ક્યુલોટ્સથી મેળવો ભીની વરસાદી મૌસમમાં કુલ એન્ડ કમ્ફર્ટ લુક

મોનસુન સિઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે વોર્ડરોબમાં થી સમર કલેક્શન ને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે મોનસુન સિઝનમાં વરસાદ ગમે ત્યારે પડે છે અને ઘણી વખત ભીંજાય જવાનું પણ થાય છે આવા સમયે એવા ક્લોથ્સ પહેરવા જોઈએ કે.જે જલદી સુકાઈ પણ જાય અને ભીના થાય તોપણ સગવડદાયક રહે આથી આ સિઝનને ધ્યાનમાં રાખીને ડ્રેસિંગ કરવામાં આવે તો મોસમની મજા પણ માણી શકાય છે.
આ સિઝનમાં કેપ્રી અને ક્યુલોટ્સ વધારે કમ્ફર્ટેબલ રહે છે. તેના પર શોર્ટ શર્ટ, લોન્ગ શર્ટ, હિપ લેન્થ કુર્તા કે પછી લુઝ શર્ટ સ્માર્ટ લુક આપે છે.જો ઇન્ડિયન સ્ટાઇલ જોઈએ તો ફ્લોર ટચ લોન્ગ કુર્તીના બદલે મીડીયમ લોન્ગ કુર્તી પણ પહેરી શકાય છે.સમરના લાઇટ કલર આ સિઝનમાં કામ નહિ આવે વરસાદની સિઝનમાં એન્વાયરમેન્ટના કલર હશે તો વધુ બ્યુટીફુલ લાગશે અને કમ્ફર્ટેબલ પણ રહેશે. જેમાં ચટણી ગ્રીન કલર, ગ્રે કલર વગેરે ડાર્ક કલર વધારે ાયિરયફિબહય રહેશે આ ઉપરાંત ફેબ્રિક વિશે જોઇએ તો કે વધારે હેન્ડી ફેબ્રિક ચાલે છે જેમાં કોટન રહ્યું સેમી કોટન મલ વગેરે ફેશનમાં ઈન રહે છે.એટલે સમય સિઝન મુજબ ફેશન ટ્રેન્ડ અપનાવી ભીની ભીની મૌસમને માણી શકાય છે.
(બોસ્કી નથવાણી આઇ.એફ.જે.ડી. ઇન્સ્યુટીટ ) ક્યુલોટ્સ: કોઈ પણ ઉંમરની વ્યક્તિ પહેરી શકે છે ક્યુલોટ્સની લેન્થ ત્રણ પ્રકારે હોય છે.
(1) મિડહાફ લેન્થ (2) ઍન્કલ લેન્થ (3) ની લેન્થ
એમાં સૌથી વધારે મિડ હાફ લેન્થ પ્રચલિત છે.આમ છતાં વરસાદમાં ની લેન્થ કે એંકલ લેન્થ પણ પહેરી શકાય.
જો તમારી હાઇટ ઓછી હોય અને પગ પાતળા હોય તો તમારે ઍન્કલ લેન્થ ક્યુલોટ્સ પહેરવાં જોઈએ.
ઓછી હાઇટવાળા લોકોએ મિડહાફ લેન્થ ક્યુલોટ્સ ન પહેરવાં જોઈએ, કેમ કે તેમની હાઈટ ઓછી લાગશે.
જો તમે પાતળા હો તો તમારે મિડહાફ ક્યુલોટ્સ પહેરવું જોઈએ. જેનું ભરાવદાર શરીર હોય તેમણે ફુલ લેન્થ ક્યુલોટ્સ પહેરવાં જોઈએ.
યુલોટ્સ પર તમે કેઝ્યુઅલ શર્ટ, બ્લેઝર, પણ પહેરી શકો છો. હવે તો બધા સ્નીકર્સ પણ પહેરે છે.
ક્યુલોટ્સમાં ઘણી જાતનાં મટીરિયલ મળે છે. જેમ કે લિનન, પોલિયેસ્ટર, સેટિન, સિલ્ક અને વેલ્વેટ. આ સિવાય શિફોન, જ્યોર્જેટ, ક્રેપમાં પણ તમે બનાવી શકો છો.
એ સિવાય પ્રિન્ટેડ ક્યુલોટ્સ પણ મળે છે. ક્યુલોટ્સ ખરીદતી વખતે નેવી બ્લુ, ઑરેન્જ, પિન્ક , બ્લેક ઘણા સારા લાગે છે.
પ્રિન્ટેટ ક્યુલોટ્સની ઉપર પ્લેન પહેરવું. એક જ રંગનાં ક્યુલોટ્સ તમને કેઝ્યુઅલ લુક આપશે.
બ્લેક અને વાઇટનું કોમ્બિનેશન પણ સ્ટાઈલિશ લાગશે.
ક્યુલોટ્સમાં જુદી જુદી પેટર્ન હોય છે. આગળ પ્લીટ્સ હોય છે. કોઈ ક્યુલોટ્સમાં સાઇડ પર ઝિપ પણ હોય છે.
અલગ લુક આપવા આગળ બે સાઇડ બોક્સ પોકેટ કરાવી શકાય. બેઝિકલી એની જે સ્ટાઇલ છે એ તો લૂઝ હોય છે, પણ એમાં તમે વિવિધ પ્રકારની પેર્ટન આપી શકો છો.
ક્યુલોટ્સની બોટમ પ્લાઝો જેટલી બ્રોડ હોતી નથી.