મોન્સુનમાં યોગ્ય હેર કટ અને કલર આવશે બ્યુટીફુલ લુક

ઇડીબલ વસ્તુ જે ફકત અને ફકત ખાવાથી જ શરીરને
ફાયદો થાય છે તેને વાળ પર લગાવવાથી એટલો ફાયદો થતો નથી જેમ કે દહી, હની વગેરે મોન્સુન સીઝન શરૂ થતા જ બધાને વાળના અનેક પ્રોબ્લેમ શરૂ થઇ જાય છે. જેમાં ડેન્ડ્રફ, વાળ ખરવા અને ડ્રાય થઇ જવા વગેરે પ્રોબ્લેમ ઉભા થાય છે. મોન્સુનમાં વાળના પ્રોબ્લેમ થવાનું એક કારણ પાણી પણ છે. પાણીમાં એવા કેટલાય ક્ષાર અને મીનરલ્સ હોય છે જે વાળ માટે જરૂરી હોતા નથી. આ સમયમાં પૃથ્વીમાં પાણીની મુવમેન્ટ ચેન્જ થતી હોય છે. નવા પાણીના વ્હેણ ચાલુ થતા હોય એટલે પાણી સાથે જમીનના ક્ષાર પણ મિકસ થઇ જાય છે એટલે આ સમય દરમિયાન કોઇપણ એઇઝની વ્યકિતને એકસટર્નલ કેર કમ્પલસરી થઇ જાય છે. આ માટે વાળમાંથી ક્ષારને રીમુવ કરવાની કે કલીન કરવાની ટ્રીટમેન્ટ કરવી બહુ જ જરૂરી છે. હયુમીડ અને ઓઇલ ભેગા થવાથી ક્ષાર રીમુવ કરવાની ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. જો એ ન કરાવવામાં આવે તો વાળ નેચરલી વેધરમાંથી ફુડ લેતું હોય તે ન મળી શકે. વાળ સ્ટ્રો ટાઇપના છે. તમે ખાલી ઉપરથી તેલ નાખી દો એમ નહીં પરંતુ અંદરનું નરીશીંગ પણ જરૂરી છે. ઉપરથી ઓઇલ નાખો, મેંદી કરો, સ્પા કરો કે કાંઇપણ જો તે ઉપરથી કલીન નહીં હોય એટલે કે ક્ષાર કાઢેલો નહીં હોય તો એકપણ ફુડ એબ્ઝોર્બ કરી નહી શકે એના કારણે વાળ વધી પણ ન શકે અને વાળનું લસ્ટર પણ મેઇન્ટેઇન ન થાય એટલે વાળની કેર રીલાયેબલ બ્યુટીશીયનને ક્ધસલ્ટ કરી કોઇપણ એઇજની વ્યકિતએ આ કરાવવું જરૂરી છે. એઇજ પ્રમાણે પ્રોડકટ અને ટ્રીટમેન્ટ નક્કી કરીને કરાવવું જોઇએ.
બીજુ જે ઇન્ડીબલ વસ્તુ છે તે વાળમાં બહારથી એટલાય કરવા કરતા જો ખાઇએ તો અંદરથી તેમાં રહેલ ફાયદાકારક તત્વ શરીરને અને વાળને પણ મળે છે જેમ કે ઘણીવાર મેંદીમાં આપણે બીટ, નાળીયેર, પાણી, દહી, મધ વગેરે નાખીએ છીએ એ જ વસ્તુ જો હેલ્ધી ફુડમાં લેવામાં આવે વાળને વધુ ફાયદાકારક છે. મેગેઝીનમાં આવતા નુસ્ખા આપણે વગર વિચાર્યે અપનાવી લઇએ છીએ તે કયારેક નુકસાનકારક પણ હોય છે કારણ કે દરેકને વાળના પ્રોબ્લેમ જેમ જુદા જુદા હોય છે. તેમ તેના કારણો પણ જુદા જુદા હોય છે તે જે તે વ્યકિતની લીવીંગ સ્ટાઇલ, એઇજ અને હેર ટેકસપર મુજબ હોય છે તેથી કોઇપણ નુસ્ખાનું આંધળુ અનુકરણ ન કરવું જોઇએ. મોન્સુનમાં કેવી સ્ટાઇલ રાખવી
મોન્સુન એ બે વેધરનું કોમ્બીનેશન છે તેમાં ભેજવાળુ વાતાવરણ પણ હોય અને ગરમી પણ હોય એટલે બંને વેધરને ધ્યાનમાં રાખીને જો વાળની સ્ટાઇલ રાખવામાં આવે તો મોન્સુનને એન્જોય કરી શકાય છે. કેવા વાળમાં કઇ સ્ટાઇલ રાખવાથી કમ્ફર્ટ અનુભવાય છે તે જોઇએ. થીક હેર થીન હેર અને કર્લી હેર માટે કયા પ્રકારની હેર સ્ટાઇલ રાખી શકાય તે જોઇએ.
થીન હેર : એકદમ પતલા હેર હોય તો શોલ્ડર લેન્થ અને ફ્રંટમાં થીન લેન્થ સુધી રાખવાથી ઇઝીલી મેનેજેબલ અને સ્ટાઇલીશ લાગે છે.
થીક હેર : થીક હેરમાં લેયર્સ એકદમ બ્યુટીફુલ લાગે છે. થીક અને લેન્થ હોય તો લેયર્સ ઇઝીલી મેનેજેબલ હોય છે. વોશ એન્ડ વેર ડે ટુ ડેમાં હેન્ડલ કરવાનું ઇઝી થઇ જાય છે.
કર્લી હેર : શોલ્ડર લેન્થથી લાંબા હોય તો કર્લી હેર માટે અને જો શોલ્ડર લેન્થથી લોંગ લેયર્સ રાખવા પડે નહીંતર ફ્રીઝી થઇ જાય છે અને જો શોલ્ડર લેન્થથી ટુકા રાખો તો બુશી લાગે.
ઓવર ઓલ કટ જોઇએ તો જેમ કે નાની એઇજ હોય કે મોટી એઇજ હોય, વાળ થીક હોય કે થીન હોય તેમાં બ્લંટ કટ પણ ફેશનમાં ઇન છે અને ફેધર પણ ઇન છે અને લેયર્સ તો બધા માટે ઓલટાઇમ ફેવરીટ છે જ. મોન્સુનમાં હેરકલર
ટીન એજર્સ આ વેધરમાં થોડા બ્રાઇટ કલર્સનું હાઇલાઇટ પ્રીફર કરે છે. એમાં પણ હાઇલાઇટ અને ગ્લોબલ કલર પણ પસંદ કરે છે.
મીડ એજની વુમન છે તેને હેર કલરનો લાઇટર ટોન આ વેધરમાં ગમે છે. બ્લેક હેર કરવા કરતા ઇન્ડીયન સ્કીનને ધ્યાનમાં રાખીને સીનેમન કલર, લાઇટ બ્રાઉન વગેરે કલર મીડલ એજના ફિમેલ પસંદ કરે છે.
- ભાવના બગડાઇ
(રીનીઝ બ્યુટીપાર્લર)