ટીપ્સ ફ્રોમ મોમ

શાળાનો પ્રારંભ થઈ ગયો છે દરેક મમ્મીઓને પોતાના સંતાનોને સ્કૂલે લંચ બોકસમાં શું લઈ
જવું એ સવાલ સતાવતો હોય છે.
બાળકોને લંચ બોકસમાં એવું શું આપવું જે ટેસ્ટી પણ હોય, હેલ્ધી પણ હોય અને બાળકો ખુશી ખુશીએ નાસ્તો ખાવા માટે તૈયાર હોય ઘણી વખત હેલ્ધી ફુડ આપવા માટે આપણે અમુક નાસ્કો લંચ બોકસમાં મુકીએ છીએ જે બાળક ખાધા વગર પાછો લઈ આવે છે.
એટલે લંચ બોકસનો નાસ્તો બનાવવામાં જો થોડી કાળજી રાખવામાં આવે તો બાળકો હોંશે હોંશે
નાસ્તો કરશે.
* હેલ્ધી નાસ્તો બનાવવા માટે બાળકોને ભાવતા શાકભાજી કે કઠોળનું પ્રમાણ વધુ રાખવાથી બાળકોનો ટેસ્ટ જળવાય રહેશે.
* નાસ્તામાં ચીઝ, પનીર તેમજ સોસ જે ભાવતી વસ્તુ દ્વારા વેરીએશન આપી શકાય જેમ કે પરાઠા, કટલેસ પર ચીઝ ભભરાવી શકાય.
* પનીરને વાઈટ ગ્રેવી, ગ્રીન અને રેડ ગ્રેવી સાથે આપી શકાય.
* કોઈ એક કઠોળ ન ભાવતુ હોય તો મિકસ કઠોળની ભેળ, કટલેસ કે પછી પરાઠા બનાવી શકાય.
* એજ રીતે જે નાસ્તો બનાવ્યો હોય તે દેખાવમાં પણ આકર્ષક લાગવુ જોઈએ જેમાં જુદા જુદા શેઈપ ચટની, સોસ દ્વારા આકર્ષક કલર વગેરે પણ આપી શકાય.
* નાસ્તા સાથે યોગર્ટ, રાયતુ, ગ્રીનહર્ડ,
સ્વીટહર્ડ વગેરે આપવાથી પણ બાળક નાસ્તો કરવાનું પસંદ કરે છે.