કુકિંગ ટાઈમ

ફ્રુટ સેન્ડવિચ
બનાવવાનો સમય: 10 મિનિટ
: સામગ્રી :
સમારેલા ફ્રેટ (કીવી, સફરજન-કમ) દ્રાક્ષ, દાડમના દાણા)
દહીંનો મસ્કો - એક મોટી ચમચી
ખાંડ - એક ચમચી
મીઠું સ્વાદ પ્રમાણે
બ્રેડ - 2 નંગ
: પધ્ધતિ :
એક બાઉલમાં દહીં, ખાંડ અને સહેજ મીઠું નાખી હલાવો હવે તેમાં સમારીલા
ફ્રુટ નાખી હલાવો હવે બે્રડની એક બાજુ મિશ્રણ લગાવી તેને બીજી બે્રડથી કવર કરી સર્વ કરો.
હેલ્ધી વેજીટેબલ પરાઠા
બનાવવાનો સમય 10 મિનિટ
સામગ્રી:
1 કપ- ઘઉંનો લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
2 ચમચી - તેલ
1 કપ- બટેટા (બાફેલા)
1 કપ- બાફેલા કોર્ન
1 કપ- છીણેલું બીટ
1 કપ- છીણેલું ગાજર
1/2 કપ- લીલીડુંગળી
1/4- કોથમીર
1 ચમચી- લાલ મરચું પાઉડર
1/2 ચમચી- હળદર
1/2 ચમચી ધાણાજીરૂં
1 ચમચી- દહીં
: પધ્ધતિ :
એક બાઉલમાં બધા શાકભાજી ઘઉંનો લોટ, મીઠું અને બધા મસાલા નાખો
તેમાં દહીં અને જરૂર પ્રમાણે પાણી નાંખી લોટ બાંધવો
લોટની ગોળ રોટલી વણી તેની જુદા-જુદા સેપના કટર થી કાપી લો.
તેને લોઢી પર સહેજ તેલ લગાવી અને શેકી લો બન્ને બાજુ ભાત પડે એટલે તેને દહીંના રાયતા સાથે બાળકોને નાસ્તામાં આપો
તેને સોસ, ચટની કે પછી ઘરના અથાણા સાથે પણ ખાઇ શકાય
: વેરીએશન :
જૈન બનાવવા માટે બટેટાના બદલે કાચાકેળા લઇ શકાય અને બીટ, ગાજર ડુંગળીના બદલે ઉપયોગ ટાળી શકાય. - નેહા પારેખ