રૈયાધાર નજીક 22.50 કરોડની દબાણકૃત જમીન ખુલ્લી કરાવાઈ

‘વન વીક વન રોડ’ અંતર્ગત કોર્પોરેશનનું ઓપરેશન ડિમોલિશન
કાચી પાકી ઓરડી, કમ્પાઉન્ડ વોલ, ઝુંપડા, ઓટલા સહિત 27 દબાણ દૂર કરાયા રાજકોટ તા,12
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં આજે ડિમોલીશન આદરીને મહાપાલીકાએ 22.50 કરોડની જગ્યા ખુલ્લી
કરાવી હતી.
કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના રૈયાધાર વોટર વર્કસથી નવા ગાર્બેજ સ્ટેશન તરફ જતાં 24.00 મી ડી.પી.રોડ તથા રૈયા રોડ પર ‘વન વીક વન રોડ અંતર્ગત’ વોર્ડ નં.9માં પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણ / ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે કુલ - 9 સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દૂર કરવામાં આવે છે.
રામ ઓર શ્યામ ગોલા તેમ પાર્થ ગ્લાસના પતરા તથા સાઈન બોર્ડ દૂર કરેલ છે. જ્યારે એચ. જિન્સ કલબ, ઓમ ડીજીટલ, અમુલ, ક્રિએટીવ સેલ્સ, શ્રી રાધે ડેરી ફાર્મ, પુજા ઈલેકટ્રોનીકસ અને શીવશક્તિ સ્ટીલના સાઈન બોર્ડ દુર કરેલ છે.
તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ‘વન વીક વન રોડ’ અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે આ કામગીરીમાં વિજિલન્સ ઓફિસર આર.બી.ઝાલાનો પોલીસ સ્ટાફ, આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર શ્રી પી.ડી.અઢિયા, અજય પરસાણા, રાજેશ મકવાણા તથા અન્ય વેસ્ટ ઝોનનો તમામ ટી.પી.સ્ટાફ હાજર રહેલ.
રૈયાધાર વોટર વર્કસથી નવા ગાર્બેજ સ્ટેશન તરફ જતાં 24.00 મી. ડી.પી.રોડ પર થયેલ દબાણ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં કાચી પાકી ઓરડી, કાચી પાકી કમ્પાઉન્ડ વોલ, ઝુંપડાઓ, ઓટલા વિગેરે મળી કુલ 27 દબાણ દૂર કરેલ છે. જેમાં કુલ અંદાજે બાવીસ કરોડ પચાસ લાખની કિંમતની આશરે 5000 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરવામાં
આવેલ છે.
આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવવા શાખા આસિ. મેનેજર બી.બી.જાડેજા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સ શાખાઓ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.