શનિવારે યોજાશે ટોપ મોડેલ ફેશન શો

રાજકોટ સિટી વુમન્સ ક્લબ દ્વારા આયોજન ત્રણ વિભાગમાં યોજાશે શો
રાજકોટ તા,12
રાજકોટ સીટી વુમન્સ કલબની સભ્ય બહેનો માટે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં સૌ પ્રથમવાર રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા આયોજીત ટોપ મોડેલ ફેશન શો રાખવામાં આવેલો છે.
આ ફેશન શો માં દરેક સભ્ય બહેનો ભાગ લઈ શકે તે નિયમને ધ્યાનમાં રાખી જે ટોપ મોડેલ-ફેશન શો ત્રણ વિભાગમાં રાખવામાં આવ્યો છે. તેમાં 20 થી 40, 40 થી 50, 50 થી 60 ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ રહયા છે અત્યારે હાલમાં 50 જેટલા બહેનો ફેશન શોની પ્રેકટીશ કરી રહયા છે તા.16.6.18 ના હેમુગઢવી હોલ ખાતે બપોરે 3 કલાકે ફેશન શો યોજાશે. દરેક સભ્ય સાથે તેમના એક લેડીઝ મેમ્બર ફ્રી ચાર્જમાં સાથે આવી શકશે બાળકોને લાવવાની મનાઈ છે કે ખાસ ધ્યાનમાં રાખવું ફેશન શોની પ્રેકટીશ માટે મેઘા બારડ બધાને ટ્રેનિંગ આપી રહી છે.
આ ફેશન શો રાજકોટમાં દરેક લેડિઝ માટે આકર્ષણ બની રહેશે આ કાર્યક્રમનું આયોજન પ્રમુખ પ્રફૂલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મેહતા સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણીના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ છે. અત્યારે હાલમાં પ્રેસની મુલાકાતે, પ્રમુખ પ્રફુલાબેન મહેતા ચેરમેન બિન્દુબેન મહેતા, ઈન્દીરાબેન ઉદાણી સેક્રેટરી, દર્શનાબેન મહેતા મેઘા બારડ, પ્રીતીબેન ગાંધી કરી રહયા છે તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યુ હતું. ફેશન શો અંગેની માહિતી આપવા ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકો
(તસવીર-રવિ ગોંડલીયા)