DID ફેઈમ અમરદિપસિંહ રવિવારે રાજકોટવાસીઓને નચાવશે

મેની એકસ ડાન્સ એકેડેમી દ્વારા 17મીએ વર્કશોપ રોબોટિકસ, વેસ્ટર્ન ડાન્સ ફોર્મના સિક્રેટસને પ્રેક્ટિકલી સમજાવશે : રજિસ્ટ્રેશન શરૂ
રાજકોટ તા,12
‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ રીઆલીટી શો દ્વારા અલગ જ ડાન્સ સ્ટાઈલથી ઘર ઘરમાં લોકપ્રિય થઈ ગયેલ અમરદીપસિંહ નટ રવિવારે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટની ડાન્સ સંસ્થા મેનીએકસ દ્વારા આયોજીત ડાન્સ વર્કશોપમાં અમરદીપસિંહ પ્રેકટીકલી ડાન્સ શીખવશે. વર્કશોપ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ‘ગુજરાત મિરર’ કાર્યાલયે પધારેલા મેનીએકસ ડાન્સ એકેડેમીના વિવેક વાગડિયા, હર્ષ ધીયા, હિમાંશુ વાઘેલા, રાજ ભટ્ટી અને મિત વાગડિયાએ કહ્યું કે અમરદીપ સિંહ રોબોટિકસ, વેસ્ટર્ન વગેરે ડાન્સ ફોર્મનું પ્રેકટીકલ જ્ઞાન આપશે. વર્કશોપ તા.17 જુન રવિવારે ગોંડલ રોડ પર આવેલ પંચવટી હોટલમાં યોજાશે. બપોરે 12થી શરૂ થનાર આ વર્કશોપનો ભાગ બનવા તથા વધારે વિગત માટે મો.નં.99989 11133 તથા મો.નં.99794 95647 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. ડાન્સ વર્ક શોપ અંગે વિગતો આપવા મેનીએકસ ડાન્સ એકેડમીના સભ્યો ‘ગુજરાત મિરર’ કાર્યાલયે પધાર્યા હતા. (તસવીર : પ્રવિણ સેદાણી)