રાજકોટમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે ‘ઈઝી જિમ’નો પ્રારંભ


રાજકોટ તા,5
શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે લોકો ઘણા રસ્તા અપનાવતા હોય છે. સવાર-સાંજ વોકીંગ, રનિંગ, સાયકલીંગ કે પછી યોગા કરીને લોકોને ફિટ રહેવાના પ્રયાસ કરતા આપણે જોયા છે. આ બધાની વચ્ચે નવી પેઢી જિમ તરફ વળી છે અને રાજકોટમાં યુવા પેઢી ઉપરાંત પોતાના શરીર પ્રત્યે સભાન રહેતા તમામ લોકોની અપેક્ષાઓ પુરી થઇ શકે તે માટે અત્યાધુનિક જિમ શરૂ થયું છે. આ જિમ અમિન રોડ પાસે અક્ષર માર્ગ ઉપર વાલકેશ્ર્વર એપાર્ટમેન્ટની સામે, ક્રિએટીવ મોટર્સની ઉપર પહેલાં માળે શરુ થયું છે અને તેનું નામ જ ઈઝિ જિમ છે જયાં કોઇ પણ વ્યક્તિ આસાનીથી પોતાને ફિટ રાખી શકે છે.
આ વિશે વધુ માહિતી આપવા માટે બોલાવયેલી પત્રકાર પરિષદમાં જિમના સંચાલક સિધ્ધાર્થ ગજરાએ કહ્યું હતું કે માણસના જીવનમાં શારીરીક અને માનસિક તંદુરસ્તી ખુબજ મહત્વનો ભોગ ભજવે છે. શારીરીક રીતે ચુસ્ત અને તંદુરસ્ત વ્યક્તિનું વજન નિયંત્રીત રહે છે. એટલું જ નહીં તે હૃદયરોગ જેવી બિમારીઓથી પણ દુર રહે છે આવી વ્યક્તિ જીવનમાં આવતા તમામ ચડાવ-ઉતારનો આસાનીથી સામનો કરી શકે છે. આ બાબતને કેન્દ્રમાં રાખીને આ ઈઝી જીમ શરુ થયું છે.
તેમણે કહ્યું હતું કે આ જિમમાં ઈલેકટ્રો મસલ સ્ટિમ્યુલેશન () નામનું ડીવાઈસ રાખવામાં આવ્યું છે જે હંગરીની કંપની પાસેથી લીધું છે અને તે દ્રારા પ્રમાણીત છે. આ ડીવાઈસ ખાસ પ્રકારના જેકેટ અને શોટર્સ સાથે જોડાયેલું છે અને તેમાં શરીરના દરેક મસલ્સ માટેના સેન્સર હોય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ અંતરીક્ષયાત્રીઓ ઝીરો ગ્રેવીટી દરમિયાન કરે છે. ઘણા રમતવીરો પણ કેલેરી બાળવા માટે તેનો ઉપયોગ કરે છે. વિશ્ર્વના 40 દેશોમાં આ પધ્ધતિ પ્રચલીત બની છે અને હવે તેનો ઉપયોગ ભારતમાં શરૂ છે.
આ ટેકનોલોજીનો ઉપયોગ એક અઠવાડીયામાં એક વાર માત્ર 20 મિનિટ જ કરવો પડે છે. આ માટે જરૂરી સ્ટેમીના પ્રાપ્ત થઇ જાય તો અઠવાડીયામાં બે વાર તેનો ઉપયોગ કરી શકાય છે. ઈઝી જીમની વિશેષતા વિશે માહિતી આપતા મૌલીક પટેલે કહ્યું હતું કે આ જિમમાં દરરોજ આવવાની જરૂર નથી. અઠવાડીયામાં માત્ર એક વખત આવીને તમારા શરીરને ફીટ રાખી શકાય છે. આ જીમમાં અમે ખાસ પ્રકારના કપડા આપીએ છીએ જે વર્કઆઉટ દરમીયાન પહેરવાના હોય છે. અમે નહીં આવનારને વર્ક આઉટ પૂર્વે અને વર્ક આઉટ પછી જરૂરી પ્રોટીન્સ આપીએ છીએ. સામાન્ય જીમમાં પ થી 6 કલાક કસરત કરવાની બદલે અહીં માત્ર 20 મિનિટ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી વધુ કેલેરી બાળી શકાય છે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)