પોરબંદરમાં વિશ્ર્વ સાઇકલ દિનની ઉજવણી

પોરબંદર જિલ્લામાં પર્યાવરણ અને સ્વચ્છતા જાગૃતિ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે . વિશ્ર્વ પર્યાવરણ  દિન ઉજવણી તૈયારી નિમિત્તે આજે પોરબંદરમાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ કર્યું હતું. આ કાર્યક્રમનું સંકલન પોરબંદર નગરપાલિકા તેમજ સહયોગી સંસ્થા દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું .આ રેલીમાં અધિક નિવાસી કલેકટર એમ.એમ. જોશી, ઓફિસર મ્યુનિસિપલ ઓફિસર હુદડ, તેમજ અન્ય અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.           (તસ્વીર: જીજ્ઞેશ પોપટ)