કચ્છના મુંદ્રાના જંગલ વિસ્તારમાં એરફોર્સનું પ્લેન તુટી પડયું

બેરાજા તા.5
કચ્છના બેરાજામાં જંગલ વિસ્તારમાં એરફોર્સનું વિમાન તુટી પડયું હતું. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કચ્છના મુંદ્રામાં બેરાજા ગામ પાસે રામણિયાના જંગલ વિસ્તારમાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોચ્યા હતા અને ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ લખાય છે ત્યારે જાનહાનીના કોઇ ખબર નથી.