ગૃહિણીઓની રસોડામાંથી સીધી રેમ્પ પર એન્ટ્રી । અસીસ ગુજરાત બ્યુટી કોમ્પીટીશને રાતોરાત આપી ફેઈમ...

હાઉસ વાઈફના સ્વપ્નોને પાંખ આપી ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ અપાવી આયોજકોએ જીંદગી બદલી !
રાજકોટ,તા.4
મિસીસ ગુજરાત બ્યુટી કવીન 2018 નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઓડીશન લીધા બાદ 36 સ્પર્ધકોએ મીસીસ ગુજરાત બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો.
ફીનાલેનું આયોજન અમદાવાદમાં નારાયણી હાઈટસ હોટેલ ખાતે કરવામાં આવ્યુ હતું. જયાં દરેક સ્પર્ધકે પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી હતી. તેમાં સેલ્ફ ગ્રુમીંગ, કેટવોક ટ્રેનીંગ, ફોટોશૂટ ટ્રેનીંગ, ફોટો શૂટસ ફીનાલે ટ્રેનીંગ, ટેલેન્ટ રાઉન્ડ, આઈ કયુ ટેસ્ટ, ઝુમ્બા તથા યોગા ટ્રેનીંગ, મેકઅપ કોચ દ્વારા આ 6 દિવસ દરમ્યાન આપવામાં આવ્યુ હતું. ફીનાલે શોમાં તેમાં મુખ્ય વિજેતા તરીકે દ્વારા ઝુબેશ ખાન, ઉભરી આવ્યા હતાં જેને 2,50,000 ની રોકડ રકમ ઈનામ સ્વરૂપે એનાયત કરવામાં આવી છે.
(મુખ્ય વિજેતા) મીસીઝ ગુજરાત બ્યુટી કવીન-ઝારાખાન બરોડા
પ્રથમ રનરઅપ-પેરીન શાહ અમદાવાદ
દ્વિતિય રનરઅપ-પૂજા રાડીયા-મોરબી
મીસીઝ રાજકોટ-હેતલ ભંડેરી-રાજકોટ
આમ ઉપર દર્શાવેલા નામની શ્રેણી પ્રમાણે વિજેતાઓ જાહેર થયા હતાં. જેને તાજ, શેષ, શિલ્ડ, સર્ટીફીકેટ અને ઈનામો આપવામાં આવ્યા હતાં. આટલી મોટી લકઝરીયસ ઈવેન્ટનું આયોજન રાજકોટના નિશા ચાવડા દ્વારા કરવામાં આવ્યુ હતું. નિશા ચાવડા મીસીઝ ઈન્ડીયા વેસ્ટ ઝોન વીનર અને એમજીબીકયુ કંપનીના ડાયરેકટર છે. મિસીસ ગુજરાત બ્યુટી કવીનના વિજેતાઓએ ‘ગુજરાત મિરર’ ની મુલાકાત લીધી હતી. તસ્વીરમાં પૂજા રાડીયા, હેતલ ભંડેરી જારાખાન અને પેરીન શાહ સાથે આયોજન નિશા ચાવડા. (તસવીર: પ્રવીણ સેદાણી)