મહિલાઓને ઇન્ટરનેશનલ પ્લેટર્સ શીખવતા મુંબઇના શેફ વરૂણ ઇનામદાર

કૂકિંગ કોમ્પિટિશન તેમજ જુદી જુદી રમતો અને અનેક ઇનામો સાથે સુંદર આયોજન
રાજકોટ તા.9
આયના ગ્રુપ અને જોફ ઓફ કૂકિંગ દ્વારા પૈચવટી હોટેલ ખાતે મુંબઇના પ્રિન્સ ઓફ કોકા તરીકે જાણીતા શેફ વરૂણ ઇનામદારનો એક કુકિંગ વર્કશોપ યોજાઇ ગયો. જેમાં આરંભમાં કુકિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટની મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં સ્ટાર્ટર અને ડેઝર્ટ બનાવ્યા હતા.
કોમ્પીટીશનમાં જજ તરીકે વરૂણ ઇનામદારે બધી જ વાનગીઓ ઝીણવટપૂર્વક નિહાળી પરિણામ આપ્યા હતા. ભાગ લેનાર દરેક ડ્રેસ કોડ મુજબ લેમન યલો અને
લાઇટ ગ્રીન કલરમાં સજ્જ હતા
જુદી જુદી રમતો, સ્નેકસ અને કોલ્ડ્રીંકસ સાથે શેફ વરૂણ ઇનામદાર પાસેથી પ્લેટર્સ શીખવાનો આનંદ માણ્યો હતો. શેફ વરૂણ ઇનામદાર પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા અને તેમણે રાજકોટની પ્રશંસા કરી હતી.
તેમણે ખુબ જ સરળ અને સહજ શૈલીમાં ઉપસ્થિત બહેનોને ઇન્ટરનેશનલ પ્લેટર્સ શીખવ્યા
હતા જેમાં અરેબિક પ્લેટર્સ, ઇટાલિયન પ્લેટર્સ, મેકસીકન પ્લેટર્સ શીખવ્યા હતા.
કુકિંગ વર્કશોપને સફળ બનાવવા આયોજકો અમિષા દેસાઇ, બેલા મણિયાર, પાયલ બસંતાની અને સોની મુલચંદાની વગેરેએ જહેમત ઉઠાવી હતી. (તસવીર: પ્રવીણ સેદાણી)