આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં કિવિ મહિલા ટીમનો વર્લ્ડ રેકોર્ડ

ઓકલેન્ડ તા,9
ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ન્યૂઝીલેન્ડ એ આયરલેન્ડની સામે રમાઇ
રહેલ વનડે મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને ચાર વિકેટના નુકસાન પર 490 રનના ઢગલો કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પુરુષ
અને મહિલા ક્રિકેટમાં હાઇએસ્ટ સ્કોર છે.
કીવી ટીમ માટે કેપ્ટન સુજી બેટ્સે સૌથી વધુ 151 રન બનાવ્યા તેના માટે તેમણે 94 રન બનાવાનો સામનો કર્યો અને 24 ચોગ્ગા સિવાય 2 છગ્ગા ફટકાર્યા. આ સિવાય મૈડી ગ્રીને 121 રનની ઇનિંગ્સ રમી જેમાં તેણે 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. 77 બોલમાં તો સદી ફટકારી દીધી. આ બંને સિવાય જગેસ વાકિસન એ 62 અને અમેલિયા કેર એ 81 રનની અડધી સદી ફકટારી. બંને નોટઆઉટ પેવેલિયન ફર્યા.
આયરલેન્ડની કારા મરેએ 10 ઓવરમાં 121 રન આપ્યા અને બે વિકેટ લીધી. લોઉસી લિટલ અને લારા મારિટ્ઝ એ 92-92 રન આપ્યા. આની પહેલાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના જ નામે હતો.
કીવી મહિલાએ પાકિસ્તાનની વિરૂદ્ધ 29 જાન્યુઆરી 1997ના રોજ ક્રાસ્ટચર્ચમાં પાંચ વિકેટના નુકસાન પર 455 રન બનાવ્યા હતા. પુરુષ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે જેને 30 ઑગસ્ટ 2016ના રોજ પાકિસ્તાનની સામે નોટિંગમમાં ત્રણ વિકેટના નુકસાન પર 443નો સ્કોર બનાવ્યો હતો.