કાલે ‘આયના’ અને ‘જોય ઓફ કુકિંગ’ દ્વારા રાજકોટમાં પ્રથમ વખત શેફ વરૂણ ઈનામદારનો કુકિંગ વર્કશોપ । ‘ગુજરાત મિરર’ના સહયોગથી

ડ્રેસ કોડ, વિવિધ ગેઈમ, અનેક જાતના ઈનામોની વણઝાર અને સાથે કુકિંગ કોમ્પિટીશનનું પણ આયોજન રાજકોટ તા,8
‘આયના’ ગ્રુપ અને જોય ઓફ કુકિંગ દ્વારા આવતીકાલે પંચવટી હોટેલ ખાતે સવારે 10:30થી 4:00 વાગ્યા દરમિયાન કુકિંગ કોમ્પીટીશન અને કુકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શેફ વરૂણ ઈનામદાર ઈન્ટરનેશનલ પ્લેટર્સ શીખવશે. કાર્યક્રમ વિશે માહિતી આપતા અમિષા દેસાઈ, બેલા મણિયાર પાયલ બસંતાની અને સોની મુલચંદાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં સૌ પ્રથમવાર શેફ વરૂણ ઈમાનદાર આવી રહ્યા છે. કાર્યક્રમમાં 10:30થી 11:30 કુકિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેની કી. રૂા.50 રાખવામાં આવેલ છે. કોમ્પીટીશનમાં એક સ્ટાર્ટર અને એક ડેઝર્ટ બનાવવાના રહેશે. રાજકોટની મહિલાઓ માટે આ વર્કશોપ સર્ન એન્ડ ફન જેવો સાબિત થશે કારણ કે અહીં કુકિંગને અનુરૂપ જુદી જુદી ગેઈમ, હાઉગી તેમજ એકસાઈટીંગ પ્રાઈઝીઝ પણ છે. લેનનયલો, લાઈટગ્રીનનો ડ્રેસકોડ પણ રાખવામાં આવેલ છે. આ સાથે માસ્ટર શેફ વરૂણ ઈનામદાર અરેબિક, ઈટાલીયન અને મેકસીકન પ્લેટરર્સ શીખવશે. જેની ફી 250 રૂા. રાખવામાં આવી છે. ડ્રીંક્સ અને સ્નેકસ સાથે મસ્તી અને આનંદ સાથે કુકીંગ શીખવા રજિસ્ટ્રેશન કરાવવા માટે 99250 76606, 96878 24542, 93741 60620 પર સંપર્ક કરી શકાશે. કાર્યક્રમને સફળ બનાવવા અમિષા દેસાઈ, બેલા મણિયાર, પાયલ બસંતાની અને સોની મુલચંદાની જહેમત ઉઠાવી રહ્યા છે. કુકિંગ વર્કશોપની માહિતી આપવા ‘ગુજરાત મિરર’ની મુલાકાતે ‘આયના’ ગ્રુપ અને જોય ઓફ કુકીંગની ટીમ (તસવીર: પ્રવીણ સેદાણી)