ભારતની પ્રથમ કેથલેબ સિસ્ટમ ધરાવતી મલ્ટી સ્પેશિયાલીટી એચસીજી હોસ્પિટલનો પ્રારંભ

150 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા આંતર રાષ્ટ્રીય કક્ષાના નિતી નિયમોનું પાલન કરવામાં આવશે રાજકોટ શહેરમાં હવે અદ્યતન મેડિકલ સુવિધા મળી રહે તે માટે અનેક હોસ્પિટલ ઉપલબ્ધ છે. હવે કોઈ પણ મેડીકલ ટ્રીટમેન્ટ માટે બહારગામ જવાની જરૂર રહેતી નથી. આ મેડીકલ સુવિધામાં વધારો કરતા અયોધ્યા ચોક પાસે એચસીજી હોસ્પીટલનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે.
જે માટેની માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં માહિતી આપતા હોસ્પીટલના રીજીયોનલ ડાયરેકટર ડો.ભરત ગઢવીએ જણાવ્યુ હતું કે, એચસીજીમાં અમે હેલ્થકેરના ભવિષ્યને સતત ઉજજવળ બનાવવાના પ્રયાસમાં કાર્યરત છીએ. ભારતભરમાં સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ આસાનીથી દરેકને મળી રહે, તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને અમારી આ યાત્રામાં ગુજરાત મહત્વપૂર્ણ રાજય બનવા પામ્યુ છે. રાજયમાં ત્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરીને અમે સૌરાષ્ટ્રના તથા કચ્છના લોકોની તબીબી જરૂરિયાતોને પૂરી કરવા પ્રતિબદ્ધ છીએ. દર્દીને લાંબુ અને સ્વસ્થ જીવન મળે, તે અમારો ઉદેશ છે. એક પ્રબળ અને વિસ્તરેલ હોસ્પિટલ નેટવર્કનાં કારણે લાખો લોકોને યોગ્ય અને અગ્રિમ તબીબી સારવાર એસસીજી દ્વારા મળી રહેશે.
એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટનાં પાર્ટનર ડો.સુધીર ભીમાણી વધુમાં જણાવ્યુ હતું કે, શ્રેષ્ઠત્તમ સુવિધા અને ઉચ્ચતર ટેકનોલોજી દ્વારા અમે સૌરાષ્ટ્રના તથા કચ્છનાં લોકોને યોગ્ય અને સુરક્ષીત તબીબી સારવાર આપવા માટે કટિબદ્ધ છીએ. પારદર્શી અને નૈતિક મૂલ્યો ધરાવતી સેવા એચસીજી દ્વારા પૂરી પાડવામાં આવશે.
ખાસ ગુણવત્તા યુકત હૃદયની સારવારને પૂરી કરવા એચસીજી હોસ્પીટલ દ્વારા એક ખાસ પ્રકારની કેથલેબ લાવવામાં આવી રહી છે, જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ મોડેલ છે, જેમાં અનુભવી ડોકટરની ટીમ સેવા આપશે. આ હોસ્પીટલ વિવિધ તબીબી સારવારનું મુખ્ય કેન્દ્ર હૃદયની સારવાર, ઈમરજન્સી અને ક્રિટીકલ કેર, મૂત્રમાર્ગના અને કિડનીની સારવાર, મગજ અને કરોડરજજુની સારવા, પેટરોગ તથા હાડકા અને સાંધાના રોગોની સારવાર અને એન્ય બીજી સારવાર ઉપલબ્ધ હશે.
હોસ્પીટલ ખાસ અનુભવી અને નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવે છે, જે આ પહેલા વિદેશની પ્રખ્યાત સંસ્થાઓમાં સેવા આપી ચુકેલા છે.
દર્દીઓની યોગ્ય સુવિધા અને સારવાર માટે આંતર રાષ્ટ્રીય કક્ષાના નિતી નિયમો અને કાર્ય પદ્ધતિનું પાલન કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી દરેક સ્કીમ સાથે જોડાઈને દર્દીઓને મહતમ લાભ મળશે એવા પ્રયત્નો કરવામાં આવશે. અહીંની મુખ્ય સ્પેશ્યાલીટીમાં કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓર્થોપેડિક ગેસ્ટ્રોએન્ટરોલોજી, યુરોલોજી, ઈન્ટરનલ અત્યાધુનિક હોસ્પીટલ છે જેમાં ભારતની સર્વ પ્રથમ કેથલેબ સીસ્ટમ છે. કેન્દ્ર દ્વારા રાજકોટમાં તમામ પ્રકારની એટલે કે 360 ડીગ્રી તબીબી સુવિધા પૂરી પાડવાનો અમારો હેતુ છે, ટુંક સમયમાં કેન્સર કેર સુવિધા પણ ઉપલબ્ધ થશે. સોમવારથી પ્રારંભ થનાર એચસીજી હોસ્પીટલ વિશે ડોકટર્સ ટીમે પત્રકારોને માહિતી આપી હતી.           તસવીર : પ્રવિણ સેદાણી