પાકિસ્તાનને થાબડભાણા કરનાર ચીન હવે ભારત-પાક. વચ્ચે તનાવ ઓછો કરશે!


બીજીંગ તા.7
ભારત વિરૂધ્ધ પાકિસ્તાનને થાબડભાણા કરનાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકીઓનો બચાવ કરનાર ચીન હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં મદદ કરશે! આઝાદી બાદ પહેલીવાર ચીનની મદદથી રશિયામાં ભારત-પાક.ના સૈન્યનો સંયુક્ત અભ્યાસી થશે.
ચીનના વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે રશિયામાં આયોજીત થનાર શાંધાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય દેશોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ સંભવત: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો કરીએ સકારાત્મક..... આગળ વધારવામાં મદદ કરશે. ભારત-પાકિસ્તાનની સેનાઓ પહેલી વાર આ સંયુક્ત અભ્યાસમાં ભાગ લેશે. ચીનના સરકારી અખબાર ચાયના ડેઈલીના એક રિપોર્ટ અનુસાર એસસીઓના સભ્ય દેશો 9-10 જૂને શેડો પ્રાંતના કિંગદાઓમાં આ સંયુક્ત ડ્રીલમાં ભાગ લેશે. આ ડ્રીલ 18માં એસસીઓ શિખર સંમેલનનું પાલન કરશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના અનેક નેતાઓએ ભાગ લીધો હતો.
પ્રો. બી જીંગે જણાવ્યું હતું કે આ અભ્યાસમાં ભારત અને પાક. પર દરેક દેશોની નજર રહેશે અને બન્ને દેશ એસસીઓના માધ્યમથી સુરક્ષા સહયોગમાં નવી ઉંચાઈઓનું પ્રતિનિધિત્વ કરશે. જો કે તેમણે માન્યુ હતું કે બન્ને દેશની સેનાઓને એકબીજા સાથે વાત કરાવવું અત્યંત દુર્લભ છે. બી જીંગે વધુમાં જણાવ્યું હતું કે સભ્ય દેશો વચ્ચે એસસીઓ પરસ્પર ભરોસો પેદા કરવામાં આતંકી ખતરાને ઉકેલવામાં અને ક્ષૈત્રીય શાંતિ જાળવી રાખવામાં સુધાર માટે વ્યાપક મંચ છે.