હેલ્ધી અને પ્રોટીનયુક્ત ફૂડનો ઉમદા વિચાર: તરલ ફૂડ

બહારનું ખાવા ટેવાયેલા અને શોખીન લોકોએ સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને પ્રોટીનયુકત તરફ વળવું જરૂરી છે વર્તમાન સમયમાં કોઇ બિમારી આવે છે ત્યારે ડોકટર જુદા જુદા પ્રકારના ટેસ્ટ કરવાનું કહે છે જેમાં લોકોને પ્રોટીન, વિટામીન્સની કમી આવે છે અને ડોકટર ફૂડ હેબીટ્સ બદલાવવાનું કહે છે. અત્યારની આપણી રોજીંદી દિનચર્યા અને ખોરાકની ટેવ એટલી બધી બગડી ગઇ છે કે લોકોમાં જાતજાતની બિમારી ઘર કરી ગઇ છે એમાં પણ પ્રોટીનનો પ્રશ્ર્ન આજકાલ લોકોને પજવી રહ્યો છે કારણ કે પ્રોટીન અમુક નોનવેજ ફૂડમાંથી મળે છે જે વેજીટેરીયન લોકો લઇ શકતા નથી. આ બધા પ્રશ્ર્નોના ઉકેલ માટે અને લોકોને સારુ ફૂડ આપવા માટે રીટાયર ઓફિસર અશ્ર્વિનભાઇ પટેલે પુત્ર ધ્રુવ પટેલ સાથે ‘તરલ ફૂડ’ની શરુઆત કરી પ્યોર હેલ્ધી અને ટેસ્ટી તરલ ફૂડમાં અનેકવિધ વેરાયટી મળી રહે છે. તરલ ફૂડની શરુઆત કરવાનો વિચાર કઇ રીતે આવ્યો એ પ્રશ્ર્નના જવાબમાં અશ્ર્વિનભાઇ કહે છે કે અત્યારે બજારમાં અનહેલ્ધી ફૂડ મળી રહ્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટમાં પણ સબ સ્ટાન્ડર્ડ વસ્તુ વપરાય છે જે લોકો માટે નુકસાનકારક છે તેથી લોકોને સારી અને હેલ્ધી વસ્તુ મળી રહે તે માટે ‘તરલ ફૂડ’ શરૂ કરવાનો વિચાર આવ્યો અત્યારે હરિપર પાળ પાસે 300 વારની જગ્યામાં લગભગ 75 લાખની મશીનરી સાથે આ પ્લાન્ટમાં સ્ટરીલાઈઝ માટે, બોટલ રીફીલીંગ, કોલ્ડ સ્ટોરેજ તેમજ સોયા પ્રોસેસની મશીનરી છે. જેમાં સોયાફ્લોર, સોયા મિલ્ક, સોયાચીઝ, કુકીઝ, બિસ્કીટ, રોસ્ટેડ બીન્સ, ચીકી, લસ્સી, છાસ વગેરે પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જેમાં સોયામીલ્કમાં પ્લેન મિલ્કની ડિમાન્ડ ડાયાબીટીક પેશન્ટ અને એનઆરઆઈ કસ્ટમરમાં વધુ છે તેમજ પાંચ જાતના ફ્લેવર્ડ મિલ્ક જેમાં ચોકલેટ, બટરસ્કોચ, મેંગો, લીચી, સ્ટ્રોબેરી છે.
તરલ ફૂડ રાજકોટ, જામનગર, અમદાવાદ વગેરે સ્ટોરમાં ઉપલબ્ધ છે. વિદેશમાં એકસ્પોર્ટ કરવાના પ્રશ્ર્ને અશ્ર્વિનભાઇએ જણાવ્યું કે પશ્ર્ચિમના દેશોએ તો સોયાબીનને સ્વીકાર્યુ જ છે ત્યાંના લોકો આ બાબતે અવેર છે જ પરંતુ ગુજરાતના અને ખાસ કરીને રાજકોટના લોકો આ બાબતે બિલકુલ જાગૃત નથી એટલે તેમનો પ્રથમ પ્રયત્ન તેમની પ્રોડકટ ગુજરાતમાં ફેલાય અને અહીં લોકો હેલ્થ અને સારી ફૂડ હેબીટ માટે જાગૃત થાય એ બાબતે તેઓ પ્રયત્નશીલ છે. પ્રોસેસ કર્યા વગર સોયાબીન લેવા નુકસાનકારક છે
સોયાફ્લોરની બેસ્ટ ક્વોલિટી બનાવતા અશ્ર્વિનભાઇએ જણાવ્યું હતું કે લોકો પ્રોસેસ કર્યા વગર સોયાબીનનો ઉપયોગ કરે છે તે યોગ્ય નથી કારણ કે સીધો ઉપયોગ કરવાથી તેમાંનું નુકસાનકારક તત્ત્વ ટ્રીપ્સીનહેલેટર પણ ખાવામાં આવે છે. જે ડિએક્ટીવેટ થતું નથી તરલ ફૂડના સોયાફ્લોરને બનતા ત્રણ દિવસ થાય છે જે બનાવવું ચેલેન્જીંગ છે. તેના ફોતરા ઉડાડી કણકી કરી ટાઈમ ટેમ્પ્રેચર અને પ્રેશર આપી ડ્રાય કરી રોસ્ટ કર્યા બાદ દળવામાં આવે છે. જેને રોટલી, ભાખરી, પરોઠા, થેપલા, ઢોસા કોઇ પણ લોટમાં થોડો ઉમેરી શકાય છે. પ્રેશરકુકરમાં બાફીને સોયાબીન લેવા એટલા નુકસાનકારક નથી પરંતુ ઘણી મહિલાઓ લોટ દળવામાં ઘઉ, ચોખા વગેરે સાથે મિક્સ કરે છે તે યોગ્ય નથી. માણસ માટે અનિવાર્ય એવું પ્રોટીન સોયાબીનમાંથી મળે છે
સોયાબીનના ગુણો વિશે વાત કરતા અશ્ર્વિનભાઇએ જણાવ્યું કે સોયાબીનની પ્રોટીન ક્વોલીટી સર્વોચ્ચ ગણવામાં આવે છે મેડીકલ અને બાયોલોજીકલ ટર્મ્સમાં પણ પ્રોટીનને જરૂરી ગણવામાં આવે છે પ્રોટીન જે નોનવેજમાંથી મળે છે તેમાં ફેર અને બીજા દુષણો પણ મળે છે. જયારે સોયાબીનમાંથી સીટની સમકક્ષ માત્રા પ્રોટીનની મળે છે. તેથી જ સોયા પ્રોડકટ દરેક માટે
હેલ્ધી છે. ‘તરલ ફૂડ’ની સ્પેશ્યલ પ્રોડકટ: સોયામિલ્ક અને સોયાપનીર
સોયા બાબત અનેક રીસર્ચ જેમણે કર્યુ છે તે અશ્ર્વિનભાઇએ જણાવ્યું કે સામાન્ય માણસને રોજીંદા ખોરાકમાંથી 25 ગ્રામ પનીર મળવું જોઇએ 100 ગ્રામ પનીરમાં 30 થી 35 ગ્રામ પ્રોટીન મળી રહે છે પરંતુ ડેરી પ્રોડકટમાં ઘણીવાર સબસ્ટાન્ડર્ડ પનીર મળતું હોય છે. તરલ ફૂડની શરુઆત કરી ત્યારે પંજાબ, હરિયાણા, એમપી જઇને સર્વે કર્યુ ત્યારબાદ સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચર ઈન્સ્ટીટયુટ ઓફ ભોપાલથી સ્પેશ્યલ ટ્રેનીંગ લઇને સ્ટાન્ડર્ડ પ્રમાણે મિલ્ક અને સોયાપનીરનું ઉત્પાદન શરૂ કર્યુ. આ પનીર ડેરી પ્રોડકટ કરતા હેલ્ધી એટલા માટે હોય છે. કારણ તેમાં ફેર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોતુ નથી. સોયાપનીર, કુકીઝ, ફલેવર્ડ સોયામિલ્ક, સોયાફ્લોર, બીન્સ, ચીકી સહિતની અનેક વેરાયટી ઉપલબ્ધ છે સકસેસ મિરર । ભાવના દોશી