સૂરના તાલે ઝૂમ્યા શ્રોતાઓ, મહાનુભાવોએ પાથર્યા શ્ર્વરના કામણ


રાજકોટ તા,6
સૂરતાલનો હેમુ ગઢવી હોલમાં 1076 લોકોથી હાઉસફુલનાં પાટિયા ઝૂલાવતો પ્રોગ્રામ રાત્રે 12 વાગ્યે પૂર્ણ થયો ત્યારે શ્રોતાઓ જાણે ફૂલ પેટ જમીને નીકળ્યા હોય તેમ સૂરનાં ઓડકાર લેતા, તાલમાં ડોલતા ડોલતા, વીરઝારાનાં તેરે લિયે ગીતની કડી ગુણગુણાવતા નીકળ્યા હતા. પ્રોગ્રામની શરૂઆત મા ગાયત્રી ની વંદના થી શરુ કરી માઈકનો કબજો તેજલ કોઠારીએ સંભાળી સૂરતાલ વિષે અને લાઇવ ઓરકેસ્ટ્રા ત્થા કરાઓકે ટ્રેક સાથે ગાવાનો તફાવત સમજાવ્યો.ત્યાર બાદ એન્કરીંગ શ્રી મનોજ નથવાણીએ સંભાળેલ.
સૂરતાલનો હેમુ ગઢવી હોલમાં 1076 લોકોથી હાઉસફુલનાં પાટિયા ઝૂલાવતો પ્રોગ્રામ રાત્રે 12 વાગ્યે પૂર્ણ થયો ત્યારે શ્રોતાઓ જાણે ફૂલ પેટ જમીને નીકળ્યા હોય તેમ સૂરનાં ઓડકાર લેતા, તાલમાં ડોલતા ડોલતા, વીરઝારાનાં તેરે લિયે ગીતની કડી ગુણગુણાવતા નીકળ્યા હતા. પ્રોગ્રામની શરૂઆત મા ગાયત્રી ની વંદના થી શરુ કરી માઈકનો કબજો તેજલ કોઠારીએ સંભાળી સૂરતાલ વિષે અને લાઇવ ઓરકેસ્ટ્રા ત્થા કરાઓકે ટ્રેક સાથે ગાવાનો તફાવત સમજાવ્યો. કરાઓકે ટ્રેક સાથે ગાવું એટલે સ્વર થી ઈશ્વર સાથે નો મેળાપ થવા જેવું છે કારણકે કરાઓકે ટ્રેક સાથે ગાવા માટે એકાત્મતા સાધ્વી પડે જેવી રીતે ધ્યાનમાં બેસવા માટે જરૂરી છે, જો જરાક બેધ્યાન થવાય તો ટ્રેકમાં થી બહાર નીકળી જવાય. ત્યાર બાદ એન્કરીંગ મનોજ નથવાણીએ સંભાળેલ.
રાજકોટના ઇન્ડસ્ટ્રીયાલીસ્ટથી લઈને મોબાઈલ-કિંગ યોગેશ પૂજારા સુધીના વેપારીઓ સમયસર 9 વાગ્યે હાજર થઇ ગયા હતા. સૂરતાલના 9 મેમ્બર અને 2 આમંત્રિત એમ 11 કલાકારોની ટીમ, ક્રિકેટરો ની જેમ પીચ ઉપર એટલે કે સ્ટેજ ઉપર ઉતરીને જે ચોકા-છક્કા નો વરસાદ કર્યો કે પ્રેક્ષકોએ સામે તાળીઓનો વરસાદ વરસાવ્યો અને માહોલ સંગીતમયી બનાવી દીધો. જયારે આ નોન-પ્રોફેશનલ સિંગરો ગાતા હતા ત્યારે એમ જ લાગતું હતું કે કોઈ પ્રોફેશનલ સીંગર 20 ગીતો ગાઈ રહ્યા છે.
સાંઈબાબાનાં શીરડીવાલે સાંઈબાબાની વંદના ગીત થી શરૂઆત કરીને ધીરે ધીરે માહોલ હેમુ ગઢવી હોલનાં શીતળ વાતાવરણમાં ગરમાતો ગયો. રફીસાહેબનાં અવાજમાં સાઈબાબાનું ગીત વિજય રાણીંગાએ એવું ભક્તિભાવથી ગાયું કે લોકો ભક્તિમય બની ગયા. મુકેશજી નાં અવાજમાં ડો.જનક ઠક્કરે તારોમેં સઝ્કે ગાઈને લોકોને વિચારતા કરી દીધા કે આ સ્કીન સ્પેસીયાલીસ્ટ ડોક્ટર છે કે સીંગર છે. ઉગતા કલાકાર તેજસ ત્રિવેદી અને ઘર-રખ્ખું ગૃહિણી કે જે સ્ટેજ ઉપર આવતા ડરતા હતા તે, શ્રીમતિ જયશ્રીબેન દવે એ આજા મેરી જાન કહા થા તુને મુજે જેવું અતિ અઘરું ગીત એટલી સહજતાથી ગાઈ નાખ્યું કે લોકો આફ્રીન થઇ ગયા. પરેશભાઈએ નયન ને બંધ રાખીને એટલું સુંદર ગાયું કે વન્સમોર આપ્યા વગર પ્રેક્ષકો શાંત થયા જ નહિ. ઊર્મિ કોટકે જુના-નવા ગીતોનું મેશ-અપ કે જેમાં 16 ગીતો ની એક-એક કડીનો કરાઓકે ટ્રેક મેન્ટર પરિમલભાઈએ બનાવેલો જેમાં શ્વાસ લેવાની પણ ક્યાંક માંડ જગ્યા મળે તેની સાથે સૂર-તાલ મીલાવીને ઓડીયન્સની વાહ-વાહ મેળવી લીધી.
ડો.કમલ પરીખે મૈ કહી કવિ ના બન જાઉં અને ડો.હિરેન કોઠારીએ તેરે સંગ યારા ગાઈને ફરીથી એ બતાવી દીધું કે મન હોય તો માળવે જવાય તે મુજબ ડોકટરો અને પણ ગીતો ગાઈ શકે છે. રીપલ છાપીયાએ હવા હવાઈ સ્વ.શ્રીદેવીની સ્ટાઈલમાં રમતિયાળ રીતે ગાઈને વન્સ-મોર ની માંગણી કરાવી દીધી પણ સમયને અભાવે વન્સ-મોર આપી શકાયું નહિ. આશા મુજબ નવીન પ્રયોગ, એક પુરુષ, સ્ત્રીનાં અવાજમાં ગાવાનો સફળ નીવડ્યો. ધીરેન પટેલે આશાજીનું અઘરું ગીત પાન ખાય સૈયા હમારો ગાઈને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. ત્યારબાદ, કલાકાર એક અવાજ બે, ધક ધક કરને લગા ગાઈને લોકોની તાળીઓ થી ગદગદિત થઇ ગયા કારણ કે જેમણે પોતાની જિંદગીમાં માઈક ન્હોતું પકડ્યું તેને આટલો પ્રેમ અને તાળીઓ મળે તો એમને તો પોતે સ્વપ્નું જોતા હોય તેવું લાગે. સૂરતાલ ગ્રુપ તરફથી આવો પ્રથમ પ્રયોગ હતો જે સફળ રહ્યો. ભૂમિ ઠક્કરે પણ ઘૂમ્મર અને એક-દો-તીન રીમીક્ષ પોતાની આગવી સ્ટાઈલમાં ગાઈને અને સાથે તેમની 9 ફ્રેન્ડઝ દ્વારા તૈયાર કરાયેલ ડાન્સ બન્ને ગીતોમાં પેશ કરીને કાંઈક જુદું જ વાતાવરણ ઉભું કરી દીધેલ.