વરસાદમાં પણ નહિ થાય નુકસાન, જાણો મોટો G6ના આકર્ષક ફીચર્સ

  • વરસાદમાં પણ નહિ થાય નુકસાન, જાણો મોટો G6ના આકર્ષક ફીચર્સ

મોટોરોલાએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન મોટો G6 અને મોટો G6 પ્લે ભારતમાં લોન્ચ કરી દીધો છે. એવું કહેવામાં આવે છે કે ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં મોટો જી સીરિઝે કંપનીને એક નવી જ ઓળખ અપાવી છે. મોટો જી સીરિઝે બજેટમાં દમદાર સ્પેસિફિકેશન્સ સાથે યુઝર્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ‘હેલો મોટો’ની ફેમસ રિંગટોન સાથે એકવાર ફરીથી મોટોએ નવી જી સીરિઝ હેન્ડસેટ્સ સાથે એક ખાસ ઓળખ બનાવવાની કોશિશ કરી છે. આવો જોઈએ કેવો છે મોટો G6 સીરિઝનો આ નવો ફોન
મોટો G6ની સૌથી ખાસ વાત એ કે તેમાં ગ્લોસી પેનલ આપવામાં આવ્યું છે. જે ખૂબ ચમકદાર છે. ફોનનો લૂક સારો છે અને હાથમાં તે પ્રીમિયમ સેગમેન્ટ હોવાનો અનુભવ કરાવે છે. જોકે, આ ફોનમાં ગ્લોસી રિયર હોવાના કારણે તેમાં ડાઘ-ધબ્બા પડી જાય છે જેથી વારંવાર તેને સાફ કરવાની જરૂર પડે છે. જોકે, આ ફોનનો ઉપયોગ કરવામાં કોઈ જ પરેશાની નથી પડી.
મોટો G6માં આગળની તરફ હોમ બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ ઉપરાંત ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને તમે ફેસ અનલોકથી ફોનને અનલોક કરી શકો છો. સ્માર્ટફોનમાં રિયર ઉપરની તરફ વચ્ચે 12 મેગાપિક્સલ અને પાંચ મેગાપિક્સલના બે રિયર કેમેરા છે. જેથી ઈન્ડોરમાં ફ્લેશ સાથે ઠીકઠાક ફોટો આવે છે. 16 મેગાપિક્સલમાંથી ફ્રન્ટ સેલ્ફી શાનદાર આવે છે.
સ્માર્ટફોનમાં 3000એમએએચની બેટરી આપવામાં આવી છે. જે ટર્બોપાવર ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં નીચેની તરફ 3.5એમએમ ઓડિયો જેક અને માઈક્રોયુએસબી પોર્ટ આપવામાં આવ્યો છે. મોટો G6માં 5.7 ઈંચ ફુલ એચડી ડિસ્પ્લે છે. જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. જોકે, અન્ય બીજા સ્માર્ટફોનની સરખામણીમાં આ ફોનમા સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે. જે અન્યની સરખામણીમાં
નબળું છે.
સ્માર્ટફોન એડેપ્ટિવ ડિસ્પ્લે, નાઈટ મોડ જેવા પણ મોડ છે. આ ફોન એન્ડ્રોઈડ 8.0 પર ચાલે છે. મોટોના આ નવા સ્માર્ટફોનમાં અનેક એપ્લિકેશન પહેલાથી જ ઈન્સ્ટોલ કરેલા આવે છે. પહેલી નજરમાં જ મોટો G6 આકર્ષિત કરે છે. ગ્લોસી રિયર જ આ ફોનની મોટી ખાસિયત છે. જો તમે મોટો ફેન્સ છો તો આ ફોન ખરીદવો તમારા માટે ફાયદાનો સોદો છે. જોકે, બજારમાં રેડમી નોટ 5 પ્રો, આસુસ ઝેનફોન મેક્સ પ્રો એમ1 જેવા સ્માર્ટફોનની સામે નવો મોટો જી6 ટકી શકશે?
મોટો G6ના 3GB રેમ/ 32GB વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા અને ચાર GB રેમ/64 GB સ્ટોરેજ ધરાવતો ફોન 15,999માં મળશે. આ એક્સક્લુઝિવ એમેઝોન ઈન્ડિયા પર જ મળશે.