પર્યાવરણની પ્રેરક પ્રવૃત્તિ કરતી માનુનીઓ

પોતાના એકથી શું થઇ શકે ? એવું વિચારવા કરતા પોતાનાથી જે કંઇ થાય તે દ્વારા પર્યાવરણ સુરક્ષામાં યોગદાન આપી શકાય ઘરમાં જ
અપનાવેલ
નાના નાના પગલાથી સમાજ દેશ અને રાષ્ટ્રના હિતમાં યોગદાન આપી શકાય આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે. જેની ઉજવણી લોકો જુદી જુદી પ્રવૃતિ કરીને કરશે પરંતુ આ પ્રવૃતિ એક દિવસ પુરતી મર્યાદીત રહેવી જોઇએ નહીં. જો ભારતનો એક એક નાગરીક તેની રોજબરોજની દિનચર્યામાં આ વાત વણી લઇને કાર્ય કરશે તો આવી ઉજવણીની કોઇ જરૂરત નહીં રહે. ‘ઉડાન’માં આજે એવી મહિલાઓની વાત કરવી છે જે હાઇલી એજ્યુકેટેડ છે અને પાંચ આંકડામાં પગાર મેળવે છે છતા પોતાના પર્યાવરણ માટે કંઇક કરવાની ઇચ્છાથી પોતાનું નાનુ પણ મહત્વનું યોગદાન પર્યાવરણ સુરક્ષા માટે આપી રહી છે. પ્લાસ્ટીકના અનેક
વિકલ્પ
છે
ગૃહિણીએ
તે
અપનાવી પોતાના
ઘરને
પ્લાસ્ટીક ફ્રી બનાવી શકે છે   દરેક વ્યક્તિએ પોતાની આસપાસના વાતાવરણનું ધ્યાન રાખવું જરૂરી
બેંગ્લોરમાં ઇયનો અભ્યાસ કર્યા બાદ જાણીતી કંપનીમાં પ્રોજેકટ આસીસ્ટન્ટનો હોદો સંભાળતા
ક્ષમા ભટ્ટને રોજ કામ પર જવા ભાઇ સાથે એક જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થવાનું બનતું રસ્તામાં એક સુંદર સરોવર આવતું અને ત્યાં જુદા જુદા પંખીઓ પણ જોવા મળતા. રોજ નીકળવાનું અને પંખીઓને જોવાનો ક્રમ બની ગયો. થોડા દિવસ બાદ જોયું તો બધુ જ ગાયબ પછી જાણવા મળ્યું કે સરોવરનું પાણી પ્રદુષિત થવાના કારણે પંખીઓ આવતા બંધ થઇ ગયા હતા. પાણી પણ સુકાતું ગયું અને એક દિવસ રળીયામણો લાગતા એ પ્રદેશ સુકો ભઠ્ઠ થઇ ગયો. ક્ષમાનું મન વિચારે ચડયું આ કોઇ એક સરોવરની વાત નથી આ પ્રશ્ન ગ્લોબલ લેવલનો છે ત્યારબાદ તેમણે ભૂમિ કોલેજમાં સસ્ટેનેબલ લીવીંગનો કોર્સ કર્યા. પોંડીચેરીમાં અનેક વર્કશોપ કર્યા પર્યાવરણ માટે કાર્ય કરતા ગ્રુપ સાથે સંકળાઇને નાની મોટી પ્રવૃતિ કરી ર વર્ષના મનોમંથન બાદ 6 આંકડાની સેલેરી છોડીને ફુલટાઇમ પર્યાવરણને સમર્પિત કર્યો અત્યારે બાળકોમાં જાગૃતિ આવે એટલે બાળકોના વર્કશોપ તથા મલ્ટીપર્પઝ બાયો કલીનર જે પર્યાવરણ માટે બીલકુલ સુરક્ષિત છે તે બનાવવાના વર્કશોપ કરી રહ્યા છે. ક્ષમા માને છે કે જો દરેક નાગરીક જાગૃત બનીને જો પોતાની આસપાસના વાતાવરણને સ્વચ્છ પ્રદુષણ વગરનું રાખવાનો પ્રયત્ન કરે તો કોઇ ઝુંબેશ ચલાવવાની જરૂર ન રહે.
મલ્ટીપર્પઝ બાયોક્લીનર બનાવવાની રીત
પોતે જ મલ્ટીપર્પઝ બાયોકલીનર બનાવે છે તેની રીત તેમણે જણાવી છે પરંતુ તેમાં તકેદારી રાખવી જરૂરી છે. આ માટે સાયટ્રસ ફ્રુટસ ખાટા ફળ જેવા કે લીંબુ, મોસંબી, સંતરા, પાઇનેપલની છાલ લેવાની છે માપ આ મુજબ રાખવું.
3 વાટકી કોઇપણ ફ્રુટસની છાલ, 1 વાટકી ગોળ, 10 વાટકી પાણી આ બધુ પેક કરી એર ટાઇટ બોટલમાં ભરી દો. રોજ એકવાર સહેજ ખોલીને બંધ કરી દો જેથી અંદર જમા થયેલ ગેસ બહાર નીકળી જશે. આ ઢાંકણ ખોલવાની પ્રક્રિયા કરવી ખુબ જરૂરી છે. નહીંતર જો અંદર ગેસ જમા થઇ જશે તો બોટલ ફાટવાનો ડર રહેશે.
આમ એક મહિનામાં આ લીકવીડ તૈયાર થઇ જશે. જે પોતા કરવામાં, ટાઇલ્સ સાફ કરવામાં, વાસણ કપડાની સફાઇ કરવામાં દરેક વસ્તુની સફાઇમાં ઉપયોગી છે. તેમાં અરીઠાનું પાણી મીકસ કરી હેન્ડવોશ તરીકે પણ ઉપયોગી થઇ શકે છે. આ પાણી નુકસાનકારક ન હોવાથી પોતા-વાસણ-કપડાનું પાણી ફરીથી છોડ, કુંડામાં વાપરી શકાશે. ક્ષમા પ્રદુષણ અટકાવવા માટે કાર્ય કરે છે... ધાર્મિક વાત સ્વીકારે છે પર્યાવરણની વાત લોકો સ્વીકારવા તૈયાર નથી
ઘણા લોકો ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટીએ ઝાડની આસપાસ કીડીયારૂ પુરતા હોય છે પરંતુ એના કારણે ઝાડમાં ઉંદર બખોલ બનાવે છે અને જેના કારણે તે ઝાડના મુળને પોલા કરી નાખે છે. આપણે ધર્મના નામે બધુ જ કરશે પરંતુ પર્યાવરણના નામે કરવામાં લોકો રસ દેખાડતા નથી. આ ફરીયાદી સુર છે ચિન્મય હેનાણીનો જેઓ હાલ ઝાડ પાસે કીડીયારુ પુરતા લોકોને અટકાવીને પર્યાવરણ વિશે જાગૃત કરવા ઝુંબેશ ચલાવે છે.
ઇય.ઊભ થયેલ ચિન્મયએ એન્જીનીયરીંગનું ભણી આઠ વર્ષ મુંબઇમાં નામાંકિત કંપનીમાં નોકરી કરી અને વીક એન્ડમાં સીએસઆર પ્રવૃતિમાં લોકોને જાગૃત કરવા
રેલ્વે સ્ટેશન સફાઇ, દરીયાકિનારાની સફાઇ વગેરે કાર્યો કરતા કરતા આ પ્રવૃતિમાં રસ પડયો અને નોકરી છોડી કલાઇમેટ ચેન્જ
એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં માસ્ટર્સ કર્યુ. બસ ત્યારથી પર્યાવરણને લગતી પ્રવૃતિ શરૂ થઇ કિચન ગાર્ડનીંગના વર્કશોપ, અનેક જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન, અનેક સંસ્થામાં સીડ બોલ બનાવીને બંજર જમીનમાં વૃક્ષો ઉગાડવા જેવી અનેક પ્રવૃતિઓ કર્યા બાદ હાલ પોતાની કંપની રૂચીની એન્વાયરમેન્ટ સસ્ટેનીબીલીટી પ્લાનર્સ ચલાવે છે.
જેમાં રીસર્ચ, ડોકયુમેન્ટશન અને ડેવલપમેન્ટનું કાર્ય કરવામાં આવે છે. રાજકોટમાં પર્યાવરણનું કાર્ય કરવું ચેલેન્જીંગ છે કારણ ગાય માટે લોકો તરત જ કામ કરશે.
ધર્મનું હશે તો પણ કરશે પણ પર્યાવરણને લગતા કાર્યમાં લોકો આગળ આવતા નથી અને જે લોકો કાર્ય કરે છે તેને બિરદાવતા પણ નથી. પર્યાવરણ નહીં હોય તો ગમે તેટલા પૈસાથી પણ કંઇ ખરીદી શકાશે નહીં. કોર્પોરેશને પણ આ બાબત થોડુ કડક હાથે કામ લેવાની જરૂર છે. ચિન્મય ઝાડના મૂળમાં કીડીયારું પૂરતા લોકોને અટકાવી ઝાડને થતા નુકશાન વિશે સમજાવે છે ધનનો વારસો આપવા કરતા શુધ્ધ પર્યાવરણ વારસામાં આપીએ
પર્યાવરણ વિશે ખાલી વાતો કરવા કરતા એ કાર્યની શરૂઆત આપણે પોતાનાથી જ કરવી જોઇએ એવું માનતા આકાશવાણી રાજકોટના પ્રોગ્રામ એકઝીકયુટીવ અટલ શર્મા પોતાના ઘરમાંથી કચરો બહાર ન ફેંકતા ભીના કચરાનું સરસ મજાનું ખાતર બનાવે છે તેમજ પોતાના કાર્ય કરવાની જગ્યાએ એટલે કે આકાશવાણી રાજકોટની પાંચ એકર અવાવરૂ જગ્યાને સાફ કરી નિંદામણ કરી 130 જેટલા નવા ઝાડ જે કોઇપણ જાતના ખાતર વગર અમૃત ખેતી વડે વાવ્યા છે. જેમાં ઔષધીય તેમજ ઉપયોગી લીમડો, આંબલી, બોરસલી વગેરે વાવ્યા છે. જેમાં એનસીસી, એનએસએસ તથા અમુક શાળાના બાળકોની મદદ લઇ તેમને પણ પર્યાવરણ વિશે જાગૃત કર્યા છે.
1996 માં માસ્ટર ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન કર્યા બાદ તરત જ ઓલ ઇન્ડીયા સાથે જોડાયા પરંતુ કુદરત અને વૃક્ષો સાથેના લગાવના કારણે કંઇક અલગ અમૃતકૃષિના પ્રણેતા દીપક સચદેનો વર્કશોપ કર્યા બાદ વધુ રસ પડતા મધ્યપ્રદેશ બજવાડા જઇ ત્યાં જ રહી અમૃતકૃષિના રહસ્યો જાણ્યા ત્યારબાદ બેંગ્લોર ખાતે ભૂમિ કોલેજમાં "સાયન્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ સસ્ટેનેબલ લીવીંગનો કોર્સ કર્યો ત્યારબાદ અનેક પુસ્તકો અને ડોકયુમેન્ટરીના અભ્યાસ દરમિયાન "ફુડ એન્ડ પોલીટીકસ ડોકયુમેન્ટરી જોઇને આંખો ચાર થઇ ગઇ. બંજર જમીનમાં ઉગાડી શકાતા સીડ બોલ પ્રોજેકટ સહિત ટ્રી પ્લાન્ટેશનના અનેક કાર્યો કર્યા.
તેઓ પ્લાસ્ટીકનો બીલકુલ ઉપયોગ કરતા નથી અને તે બાબત લોકોને પણ જાગૃત કરે છે. પ્લાસ્ટીકના અનેક વિકલ્પો છે પરંતુ એ પહેલા આપણે પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો જરૂરી છે. જેમ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે એફડી મુકાવીએ છીએ એના નામે મિલ્કત ખરીદ કરીએ છીએ પણ જો તેને શુધ્ધ હવા કે પાણી નહીં મળે તો શું ? તેથી જ નવી પેઢીને શુધ્ધ પર્યાવરણનો વારસો આપવા માટે પણ આપણે આજથી જ સંકલ્પ સાથે પ્રયત્નો કરવા જોઇએ. અટલ વૃક્ષો વાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે ભીનો-સુકો કચરો અલગ કરી ફેંકવાથી બહુ મોટો ફર્ક પડે છે
સવારે ઉઠી દરેક ગૃહિણી પોતાના ઘરને ચોખ્ખુ ચણાક કરી નાખે છે અને કચરો ડસ્ટબીનમાં કે ઘરની બહાર ફેકી આવે છે પછી કચરાનું શું થશે એ વિચારતી નથી પરંતુ જો આ કચરાને વર્ગીકૃત કરીને ડસ્ટબીનમાં ફેકવામાં આવે તો ગૃહિણી પર્યાવરણ સુરક્ષામાં બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ શબ્દો છે જયકુમારી આચાર્ય ત્રિવેદીના જેમણે છેલ્લા એક વર્ષથી એકપણ કચરો પોતાના ઘરની બહાર ફેંકયો નથી. લીલો કચરો જેમ કે શાકભાજી, ખોરાક, વગેરેનો જે ભીનો કચરો હોય તેમાંય તેઓ કુંડા અને છોડ લીલાછમ રહી શકે તે માટે સુંદર ખાતર બનાવે છે.
તેમણે કોમ્પ્યુટર સાયન્સમાં ખ.યિંભવ કરેલું છે. તેમણે દસ વર્ષની સોફટવેર ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોજેકટ મેનેજર તરીકે કામ કર્યુ. ત્યારબાદ એક જાગૃત નાગરીક તરીકે લેંડ માર્ક ફોરમ સંસ્થામાંથી જઊકઙ (જયહર ઊડ્ઢાયિતતશજ્ઞક્ષ ફક્ષમ કયફમયતિવશા) તો કોર્સ કર્યા અને છેલ્લા થોડા સમયથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કમ્યુનિટી પ્રોજેકટ સાથે સંકળાયેલા છે અને જે પ્લાસ્ટીક કચરાને કારણે વિશ્ર્વ પિનારા તરફ ધકેલાઇ રહ્યું છે. તે બાબત તેઓ ચિંતિત છે. નાના મોટા દરેકને તેઓ આ બાબત જાગૃત કરે છે છતાં જે શાળા કોલેજના સ્ટુડન્ટસ જે ભાવિ નાગરીકો છે તેને ખાસ આ બાબત જણાવે છે. આ માટે તેઓ શાળા કોલેજમાં સેમીનાર કરે છે અને વિદ્યાર્થીઓને પ્લાસ્ટીક પોલ્યુશનથી કઇ રીતે બચી શકાય તેના સામાન્ય રસ્તા બતાવે છે. આવા નાના નાના પગલા ભરીને તેઓ આ પ્લાસ્ટીક દૈત્યને નાથવા માગે છે. જય પ્લાસ્ટિક પ્રદૂષણના દૈત્યને નાથવાના પ્રયત્નો કરે છે   ઉડાન - ભાવના દોશી -