ઠેકેદાર પર ઢોળાયેલું વાલ્વ કૌભાંડનું પાપ છખઈનું પોતીકું

જુના બિલ જોયા વગર વિજીલન્સ અને પોલીસે ખોટી રીતે ધરપકડ કરી માર માર્યાનો આક્ષેપ: તપાસનું ફીંડલું,
પણ હવે નવા કડાકા ભડાકા સંભવિત રાજકોટ તા.5
રાજકોટ મહાપાલીકાના બહુચર્ચિત વાલ્વ કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. કોર્પોરેશનના પોતાના જ અધિકારીઓ સહિતના તગડા પગારદારો જ આમાં સૂત્રધાર હતા, પરંતુ ઓળીયોઘોળીયો કોન્ટ્રાકટર પર ઢોળી દેવાયો હતો.
એના સજ્જડ પુરાવા ગુજરાત મિરરને મળ્યા છે, જે પુરવાર કરે છે કે મનપાના જવાબદારોને બચાવવા અને મનપાની આબરૂ વધુ ધુળધાણી થતી રોકવા માટે વિજીલન્સે પણ બળજબરી કરી હતી અને તપાસનીસ પોલીસને પણ એમ કરવા ફરજ પડાઇ હતી !
વોટર ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમના વાલ્વ ચોરીને બારોબાર વેચાણ કરી દેવાનું કૌભાંડ કોર્પોરેશન અને પોલીસના ચોપડે હાલ તો શાંત પડી દેવાયું છે પરંતુ અંદરખાને વિવાદ કરી ધગધગે એવા નિર્દેશ મળી રહ્યા છે, જેનાથી હવે આ પ્રકરણમાં ફરી નવા કડાકાભડાકા પણ સંભવિત મનાય છે.
વાલ્વ કૌભાંડની કહેવાતી તપાસ દરમ્યાન વિજીલન્સ ટીમે જુના બીલ ચકાસવાની પુરતી તસ્દી ન્હોતી લીધી એવું પ્રતિપાદિત કરતા એક કિસ્સામાં નરેશ વિનુભાઇ મેરીયા નામના એક કોન્ટ્રાકટરને નોટીસ આપીને બ્લેકલીસ્ટ કેમ ન કરવા તેનો ખુલાસો મગાયો હતો તથા જે તે વખતે બજરંગ ક્ધસ્ટ્રકશન એજન્સીના આ સંચાલકને પકડી લેવાયા ત્યારે જુના બીલ તથા પહોચ શોધીને રજુ કરવા સમય જ નહોતો અપાયો. બાદમાં એજન્સીને બ્લેકલીસ્ટ કરી દેવાઇ તથા તેમને કોર્પો. તરફથી ઇશ્યુ કરાયેલ 100 મીમીના વાલ્વનું શિતલ સ્ટોરવાળા બુરહાનભાઇને વેચી માર્યાનું કોર્પો.ને આળ મુકયું હતું. બાદમાં હવે ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર મુકાયું કે આમાં તો આખું કોળું શાકમાં ગયું છે ! બન્યું હતું એવું કે તેણે કોર્પો. પાસેથી મેળવેલા વાલ્વની પહોચ અને જમા કરાવ્યાની ચિઠ્ઠી બંને રજુ કરી સવાલ ઉઠાવાયો કે આમાં વાલ્વ ચોરાયાની અને તે પણ કોન્ટ્રાકટરે વેચી માર્યાની તો વાત જ કયાં આવે છે ? વાસ્તવમાં આ કૌભાંડ ર01પ-16 થી ચાલતું અને તેમાં ડે. એન્જીનીયર સહિતના કેટલાક સ્ટાફ મેમ્બર્સની મુખ્ય ભૂમિકા હતી, પણ પાપ છાપરે ચડી પોકારતા ખોટી ધરપકડ કરાવી અમે વાલ્વ ફીટ કર્યા હતા તેવું મારપીટ થકી લખાવી લેવાયું હતું ! વિજીલન્સ અને પોલીસ જુના બીલ જોયા જ નહોતા અથવા
અનદેખી કરી હતી. કોના ઇશારે તપાસનું ફીંડલું આ આખું પ્રકરણ રૂપિયા પૈસાની દ્રષ્ટીએ તો કદાચ તગડી રકમનું હતું છતાં નાનું દર્શાવી દેવાયું પરંતુ એમ ન હોય તો પણ કોર્પો.ના સ્ટાફની ફુટેલી નીતિને લઇને ગંભીર હતું તેમજ કેટલાક નેતાની પણ સામેલગીરી નકારી નહોતી શકાતી. એકાએક કોના ઇશારે તપાસનું ફીંડલું વાળી દેવાયું તે પ્રશ્ન છે.