સમગ્ર વિશ્ર્વમાં પ્રાચીન આયુર્વેદનો ડંકો વગાડનાર ડો. હેતલ આચાર્ય

આયુર્વેદએ કોઇ ‘પેથી’ નથી પરંતુ એક પવિત્ર શાસ્ત્ર છે લાઇફ સાયન્સ છે. જેની વિવિધ પધ્ધતિઓ દ્વારા ગંભીર રોગોમાં પણ ફાયદો થાય છે 20 ઓક્ટોબર 2014નો દિવસ યુનાઇટેડ નેશન્સમાં જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ સામે સૌરાષ્ટ્રના અને મૂળ પોરબંદર પંથકની ડોક્ટર યુવતી ‘આયુર્વેદ-ધી સાયન્સ ઓફ લાઇફ’ વિષય પર આત્મવિશ્ર્વાસ પૂર્વક પ્રવચન આપી રહી હતી. પીન ડ્રોપ સાયલન્સ વચ્ચે દરેક આ યુવતીની વાત રસપૂર્વક સાંભળી રહ્યા હતા ભારતીય પ્રાચીન વારસારૂપ આયુર્વેના ગુઢ રહસ્યો ધીમે ધીમે ખુલતા જતા હતા અને દરેક એ રહસ્યથી પરિચિત અને અચંબીત થતા હતા સતત એક કલાકના આ માહિતીસભર પ્રવચન બાદ લોકોની ઉત્કંઠા વધી અને પ્રશ્ર્નોતરીના સેશન બાદ દરેકે પોતપોતાની શારીરિક તકલીફો માટે નાડી પરીક્ષણ પણ કરાવ્યું હતું લગભગ 350 જેટલી વ્યકિતઓએ લાઇનમાં ઉભા રહીને પોતાની તકલીફો માટે નિદાન કરાવી ટીપ્સ મેળવી હતી નાડી પરીક્ષણના આ નિદાનથી અભિભૂત થઇને ભારતીય પ્રાચીન વારસારૂપ આયુર્વેદની સરાહના કરી હતી અને ડોક્ટર યુવતિની પણ ભારોભાર પ્રશંસા કરી હતી ભારતનું નામ યુનાઇટેડ નેશન્સમાં રોશન કરનાર આ યુવતી એટલે ડો. હેતલ આચાર્ય.
પોરબંદરના શિક્ષક દેવેન્દ્રભાઇ અને મનોરમાબેન આચાર્યના ત્રણ સંતાનો સરસ્વતિચંદ્ર હેતલ અને કૌશિક જેમાં પુત્રી હેતલને નાનપણથી જ આયુર્વેદ પ્રત્યે લગાવ હતો. ઘરમાં માતા પણ બિમારી વખતે ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉકાળા આપતા જેથી આયુર્વેદ પ્રત્યે ઉત્કંઠા હંમેશા વધતી ગઇ પ્રાઇમરી સ્કૂલનો અભ્યાસ કેશોદમાં ત્યારબાદ આર્યગુરૂકુળ પોરબંદરમાં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ જામનગર ખાતે અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયમાં આયુર્વેદનો અભ્યાસ કર્યો.
ઇ.અ.ખ.જ. અને ખ.ઉ. થયા બાદ પંચકર્મ અને આયુર્વેદની પ્રેક્ટીસ કરતા કરતા આયુર્વેદના ગુરૂ વૈદ્યરાજ નદું પ્રસાદ ઉપાધ્યાય પાસેથી નાડી નિદાનની વિદ્યા અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ આયુર્વેદના ગુઢ રહસ્યોને સમજવા દિશા આપી, આ દરમીયાન નાનાભાઇ કૌશિકભાઇ કે જેઓ યુ.એસ. સ્થાયી થયેલ છે. તેમણે આયુર્વેદના પ્રચાર માટે પોતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. અને આ રીતે યુએનમાં જવાના દ્વારા ખુલ્યા ત્યારબાદ 2016માં ભારતની 100 પ્રતિભાશાળી મહિલાઓમાં તેમને સ્થાન મળ્યું જેમાં રાષ્ટ્રપતિભવનમાં પ્રણવમુખર્જીના હાથે એવોર્ડ મળ્યો તથા તેમની સાથે લંચ લેવાનો મોકો મળ્યો.
કોઇ પણ કાર્ય કરવા માટે ઘણા બધા લોકોનો સહકાર હોય છે. એવુ માનતા ડો. હેતલ પોતાની સફળતા માટે સાસુ જીવતીબેનના આશીર્વાદ, પતિ અને પરિવારજનોના સહયોગને મહત્વનો ગણાવે છે.
હાલ પોતાની ગુરૂકૃપા હોસ્પિટલમાં આયુર્વેદિક પંચકર્મ તથા ગર્ભસંસ્કાર માટે નિદાન અને ઉપચાર કરી રહ્યા છે.
સમગ્ર વિશ્ર્વમાં આયુર્વેદને પહોંચાડવાનું સ્વપ્ન ધરાવતા હેતલબેનને ઉજ્જવળ ભવિષ્ય માટે ‘ગુજરાત મિરર’ તરફથી શુભકામના. યુ એન માં વિશ્ર્વના દેશોના પ્રતિનિધિઓ સમક્ષ પ્રવચન અને દેશની 10 પ્રતિભાશાળી મહિલાઓમાં એકમાત્ર આયુર્વેદિક ડોક્ટરનું બહુમાન તેમણે મેળવ્યું છે મહિલા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે જરૂરી
છેલ્લા દાયકાથી આયુર્વેદ ચિકિત્સા દ્વારા અનેકને નિરોગી બનાવનાર ડો.હેતલ એ બાબતે ચિંતીત છે કે આજકાલ સ્ટ્રેસ અને મેન્ટલ ડીસ્ટર્બન્સના કારણે રીપોર્ટસ નોર્મલ હોવા છતા અમુક સ્ત્રી ગર્ભધારણ કરી શકતી નથી. એથી આ મહિલાઓને ખાસ સંદેશ આપતા તેઓ જણાવે છે કે દરેક ઉંમરની સ્ત્રીઓ જે યંગ હોય, વર્કીંગ હોય, ગૃહિણી હોય કે પ્રૌઢ હોય દરેક પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી જોઇએ. કોઇપણ તકલીફની શરૂઆત થાય ત્યારે જ તેનું નિદાન કરાવી ઉપચાર કરો. બીજુ પોતાના માટે સમય આપો. સવારે વહેલા ઉઠી મોર્નિંગ વોક, યોગ, એકસરસાઇઝ મેડીટેશન જરૂર કરો. ફિઝીકલ ફિટનેસ માટે એકસરસાઇઝ યોગ તથા મેન્ટલ બેલેન્સ માટે મેડીટેશન જરૂરી છે. વિવિધ મનોદૈહિક વ્યાધિઓમાં ધ્યાન વિશેષ લાભદાયી છે
2010માં મોહીત કાચા સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને હાલમાં 2 વર્ષના પુત્ર મયૂરની માતાની જવાબદારી નિભાવી રહેલી ડોક્ટર હેતલ ને પારિવારિક જવાબદારી અને આયુર્વેદનાં રહસ્યોને સમજવામાં અને પ્રેક્ટિસમાં પેશન્ટ્સને નિરોગી સ્થિતિ એ લઈ જવા સમર્પણ ધ્યાન સહાયક બન્યું છે. વર્તમાન સમયમાં સ્ટ્રેસ અને તેને કારણે થતાં વિવિધ મનોદૈહિક વ્યાધિઓમાં આ ધ્યાન વિશેષ લાભદાયી છે એવું એમનું અવલોકન છે.
સમર્પણ ધ્યાનના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી એમનાં આધ્યાત્મિક ગુરુ છે જે આયુર્વેદ શાસ્ત્રના વિકાસ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. ભારતીય પ્રાચીન વિદ્યાને ગ્લોબલ લેવલે પહોંચાડવાનું તેમનું સ્વપ્ન છે વિશ્ર્વની કોઇપણ વ્યક્તિ આયુર્વેદથી સ્વસ્થ બની શકે છે
પ્રાચીન આયુર્વેદ એ પવિત્ર અને અસરકારક શાસ્ત્ર છે જેના વડે વિશ્ર્વની કોઇપણ વ્યકિત સ્વસ્થ બની શકે છે કારણ કે માનવ શરીર પંચમહાભૂત તત્વનું બનેલું છે અને આયુર્વેદ એ તત્વો પરથી નિદાન કરે છે અને એને બેલેન્સ કરે છે. ડો.હેતલનું સ્વપ્ન છે કે આયુર્વેદથી પ્રત્યેક વ્યકિત સ્વસ્થ બને અને આ શાસ્ત્ર જન સામાન્ય સુધી પહોચે અનેક હઠીલા રોગોમાં આયુર્વેદે માર્ગ બતાવ્યાના દાખલા મોજુદ છે. ઉડાન - ભાવના દોશી -