સેન્સેક્સમાં 240 નો અને નિફ્ટીમાંં 77 પોઇન્ટનો ઉછાળો

ક્રુડની કિંમતમાં ઘટાડો: રૂપિયો 25 પૈસા મજબૂત રાજકોટ, તા.28
સોમવારે ખુલતા બજારે સેન્સેકસ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા હતા. કાચાતેલની (ક્રુડ)ની કિંમતમાં ઘટાડો થતા ઓઇલ માર્કેટીંગ કંપનીના શેરોમાં ઉછાળો નોંધાયો હતો જેથી ઘરેલું શેર બજારની શરૂઆત સારી રહી હતી. જ્યારે ફાર્મા, રિયલ્ટી અને બેંકીગ શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. જ્યારે રૂપિયામાં 25 પૈસા મજબૂત થયા હતા જેથી આઇ.ટી.શેરોમાં કમજોરી જોવા મળી હતી. સેન્સેક્સમાં 240 પોઇન્ટનો ઉછાળો થતા 35165ની સપાટીએ અને નિફ્ટીમાં 77 પોઇન્ટ વધતા 10680ની સપાટીઓ ટ્રેડ કરી રહ્યા હતા.