31-મે વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ

રાજકોટ,તા.31
આજના દિવસથી લોકોએ મનોબળ મક્કમ કરીને તમાકુનું સેવન બંધ કરવાનું છે. આવતીકાલથી તમાકુ સિવાયનો કોઇપણ ખાદ્યપદાર્થ ટૂંક સમય માટે લેવાનો છે. લોકોને તમાકુ છોડવામાં મુશ્કેલી, તકલીફ પડતી હોય તો નજીકના તમાકુ મુકિત તાલિમ કેન્દ્રની સલાહ લેવાની છે. છતાપણ તમાકુ છોડવામાં સફળતા ન મળે તો આ રોગને ગંભીર ગણી અન્ય રોગની જેમ સારવાર લેવાની છે.
આપણાં વિસ્તારમાં નવા ટીનજર્સ બાળકો તમાકુ, ધુમ્રપાન લેતા શીખે નહી તેની ખાસ કાળજી, તકેદારી લેવાની છે. એક વખતની ચુસ્કી જીંદગી ભરનું બંધાણ થઇ શકે છે. ટૂંકાગાળાનું વ્યસન છોડવું સરળ, સહેલું અને ફળદાયી છે. લાંબાગાળાનું વ્યસન છોડવું અઘરૂં કઠીન કષ્ટદાયક છે. પરંતુ અશક્ય નથી.
ટુંકમાં આપણા વિસ્તારમાં કુમળીવયે ગરીબી રોગ, રિબામણી તથા મોતના દર્શન ન કરવા હોય તો આજથી જ તમાકુ સદંતર કાયમ માટે બંધ કરીએ કરાવીએ. આમ ડો.એ.જે. ડબાવાલા, ગુજરાત રાજ્ઞય વ્યસનમુક્તિ પ્રણેતાની યાદીમાં જણાવેલ છે.