એક્સપાયરીના દિવસે બજારમાં તેજી: સેન્સેક્સ 416 પોઈન્ટના ઉછાળા સાથે 35323ની સપાટીએ

નિફ્ટી 125 પોઈન્ટના વધારા સાથે 10739ના સ્તરે મુંબઈ, તા.31
સારા ગ્લોબલ સંકેતોના પગલે એક્સપાયરીના દિવસે શેરબજાર વધ્યું હતું. સવારે માર્કેટ નબળું ખુલ્યા બાદ સેન્સેક્સ બપોર બાદ 416 અંકના વધારા સાથે 35323ની સપાટીએ પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 125 પોઈન્ટ વધીને 10739 પર પહોંચ્યી હતી. એચડીએફસી બેન્ક, ઈન્ફોસીસ, એચડીએફસી, એચયુએલ, કોટક બેન્ક અને એમએન્ડએમ જેવા હેવીવેઈટ શેરો 2.84 ટકાથી 1 ટકા વધ્યા હતા.
આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસીસ , પ્રાઈવેટ બેન્કો, એફએમસીજી અને એનર્જી સેકટરમાં પણ તેજી જોવા મળી હતી જ્યારે ફાર્મા, પીએસયુ બેન્કો, મેટલ, રીયલ્ટી, ઓટો અને ઈન્ફ્રામાં ઘટાડો જોવા મળ્યો હતો.