વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર જ આ રીતે કરી શકાશે મેસેજ


હાલમાં લગભગ સ્માર્ટફોન વાપરનારા તમામ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપનો ઉપયોગ એટલો વધી ગયો છે કે આજે એક જરૂરીયાત બની ગયું છે. વોટ્સએપ દ્વારા તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલ કોઈ પણ કોન્ટેક્ટને મેસેજ અથવા વોઇસ કોલ તથા વીડિયો કોલ કરી શકો છો.
વોટ્સએપ યુઝર્સના અભિપ્રાય મુજબ હવે કંપની એક નવું ફીચર ક્લિક ટુ ચેટને લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફીચરની મદદથી તમે એ લોકોને પણ મેસેજ મોકલી શકો છો જે તમારા કોન્ટેક્ટમાં સેવ નથી. અત્યાર સુધી તમારે જો કોઈને મેસેજ કરવો હોય તો સૌથી પહેલા તેનો નંબર સેવ કરવો પડતો હતો. પરંતુ હવે સેવ કરવો નહીં પડે.
આ ફીચર માટે વોટ્સએપ એક લિંક $ https://api.whatsapp.com/send/phone  બનાવશે જેનાથી તમે કોઇપણની સાથે સરળતાથી ચેટ કરી શકશો. તમારે બસ આ લિંકની આગળ કોઇપણ વ્યક્તિનો નંબર લખવો પડશે.