100 વર્ષ જૂના અલભ્ય ગુજરાતી પુસ્તકો હવે વાંચો ઓનલાઈન...

અમુલ્ય સાહિત્ય વારસાને બચાવી રાખવા ડિજિટાઈઝેશન ક્ષ 473 દુર્લભ પુસ્તકોમાંથી 37નું ડિજીટાઈઝેશન પૂર્ણ, વબેસાઈટ પર ઉપલબ્ધ
રાજકોટ તા,21
‘ડિજીટલ’ એટલે સાંપ્રત જીવનનું અભિન્ન અંગ. સિનેમાની ટિકીટની ખરીદીથી માંડીને ચીજવસ્તુઓનું શોપીંગ અને બેન્કીંગ પણ ઓનલાઈન થતું ચાલ્યું છે. ત્યારે પુસ્તકો પણ તેમાંથી બાબાત નથી. માતૃભાષામાં લખાયેલી વાર્તાઓની ચોપડી હાથમાં પકડીને વાચવાની અનુભૂતિ ભૂતકાળ બની જાય તો નવાઈ જેવું નથી એ સંજોગોમાં દાયકાાઓ જૂના ગુજરાતી સાહિત્ય વારસાને લુપ્ત થતો બચાવવા તેના ડિજીટાઈઝેશનનો પ્રયાસ શરૂ કરી દેવાયો છે.
ગુજરાતના ઈતહાસ અને સાહિત્યને નામશેષ થતા અટકાવવાના પ્રયાસરૂપે 100 વર્ષ કે તેથી જુના પુસ્તનકોને ડિજીટલ સુરક્ષિત કરવાનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં ‘પુસ્તકની પરબ’ને દાન અપાયેલા આ સાહિત્યના બાળ સાહિત્ય, જયોતિષ, ઔષધ, અદ્યાત્મને લગતા પુસ્તકો સામેલ છે. માતુભાષા અભિયાન ટ્રસ્ટ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા એક પછી એકનું ડિજીટાઈઝેશન કરીને પોતાની વેબસાઈટ પર તેને અપલોડ કરી રહી છે જેનાથી કોઇ પણ વ્યક્તિ તેને એસેસ કરી શકે અને વિનામુલ્યે વાંચી શકે.
આ ડ્રીમ પ્રોજેકટ માતૃભાષા અભિયાન ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્રભાઇ પટેલનાં છે. તેઓ કહે છે ‘આપણે આપણાં વારસાનું જતન કરતા હોઇએ છીએ અને આ પુસ્તકો એ આપણો વારસો છે. તેને સાચવી રાખવો જરૂરી છે. ગુજરાતી ભાષા પર જ ખતરો હોવાનું મનાય છે ત્યારે સાંસ્કૃતિ અને સમાજ પર પણ તેની અસર પડી શકે. માટે, અમે ડિજીટાઈઝેશન તરફ વળ્યા છીએ અને ભાષા-સાહિત્ય તથા સમાજ પ્રત્યેની આ એક સેવા છે’.
જૂના અને અલભ્ય પુસ્તકોના સંગ્રાહક તથા વાચક મહેશ પંડયા લોકોએ દાનમાં આપેલા આ પુસ્તકોમાંથી ડિજીટાઈઝેશન માટેના પુસ્તકો અલગ તારવી આપે છે. તેમણે જણાવ્યું કે ‘લીથોગ્રાફી પ્રિન્ટ તથા જૂની ગુજરાતી ભાષાના આધારે પુસ્તકોની દુર્લભતા નક્કી કરાય છે. કેટલાંક પુસ્તકોમાં ભાષા ગુજરાતી છે પણ દેવનાગરી લિપિનો ઉપયોગ થયો છે.
આવું જ પારસી બૂકમાં પણ છે. આવા પુસ્તકો આઉટ ઓફ પ્રિન્ટ છે અને તેના વિષય પણ નિરાળા છે.’ અત્યાર સુધીમાં 473 માંથી આવા 36 પુસ્તકોનું ડિજીટાઈઝેશન થઇ ચૂક્યું છે, બાળકોના સામયિકોથી તેનો પ્રારંભ કરાયો હતો. સેવાકીય હેતુને ધ્યાને લઇ ડિજીટાઈઝેશનમાં ડિસ્કાઉન્ટ
ટ્રસ્ટના કોઓર્ડિનેટર નેહા દિક્ષિત કહે છે કે આ પુસ્તકોનો નાશ થઇ ચૂક્યો હોત, અને સમાજને તેનો લાભ મળતો અટક્યો હોત! જે વ્યક્તિએ આ પુસ્તકોનું ડિજીટાઈઝેશન કરી આપ્યું છે તેણે ટ્રસ્ટના સેવાકીય હેતુને ધ્યાનમાં લઇને ડિસ્કાઉન્ટ આપ્યું છે.