‘હાથના કર્યા હૈયે વાગે’

‘જતા ને આવતા મારા જ રસ્તે,
બની પથ્થર હું પોેતે નડ્યો છું’
- શાયદા
નામ તેનો નાશ તે વાત નિશ્ર્વિંત છે. નવાઈની વાત તો એ છે કે, આવું જાણતો હોવા છતાં માણસ સાવ નિશ્ર્ચિત છે. તેને હાલની ચિંતા નથી. ખાવુ પીવુ અને આરામ કરવો એ જ કંઈ જીવનનો ઉદેશ્ય થોડો છે ?
મનુષ્ય જન્મ મળ્યો તે ભાગ્યની વાત છે પરંતુ માણસ તેનું ગૌરવ લેવા કે ઉપરવાળાનો આભાર માનવાને બદલે હું કંઈક છું તેવા વહેમમાં ફરતો રહે છે પરંતુ ઘણી વખત તેનો આ ભ્રમ ભારે પડી જતો હોય છે.
કયારેક એવું બને છે કે ‘હાથના કર્યા હૈયે વાગે’ મતલબ કે માણસ હાથે કરી એવા દુ:ખ ઉભા કરતો હોય છે કે કોઈને કહેવાય પણ નહીં, અને સહેવાય પણ નહીં !
જગતમાં ગમે તે ક્ષેત્ર હોય ટાંટીયાખેંચ તો બધે જોવા મળવાની જ છે. કોઈ માણસ આગળ વધતો હોય તો તેને તેની નજીકનાઓ જ પાછડવા પ્રયાસ કરશે કેમકે એ માણસનો સ્વભાવ છે પરંતુ કયારેક એવું પણ બનતુ હોય છે કે કોઈ બીજા નહીં પણ માણસ ખૂદ પોતે પોતાને જ નડ્યો હોય !
‘આ બેલ મુજે માર’ જેમ કેટલીક વખત અત્યંત ખુશી હોય ત્યારે આપણે બેહુદુ વર્તન કરી બેસીએ કે, મગ અડદ ભરડી નાખતા કંઈક એવું બોલી જઈએ કે જે આપણને જ નડે !
કયારેક મશ્કરીમાં બોલી જવાયેલા શબ્દો હસવામાંથી ખસવુ કરી બેસે છે. આમ ખૂદ આપણે જ આપણા રસ્તાના પથ્થર બની ખુદને નડીયે છીએ. પણ તેની ફરિયાદ કોને કરવી ?
‘એવું છે થોડુ છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા પગને છળે એમ પણ બને ’
- મનોજ ખંડેરિયા ઘણી વખત અજાણ્યા રસ્તે ચડી ગયા પછી અડધેથી પાછુ ફરવું પડે છે ત્યારે આપણને છેતરાયાની અનુભૂતિ થાય છે. કોઈ વખત રસ્તો બતાડનાર ભોમિયો બોદો નીકળે તો મંજિલે પહોંચી શકાતુ નથી ! તે વખતે પણ છેતરાયાનો અહેસાસ થાય છે. પણ એ સ્વાભાવિક વાત છે કેમ કે ઘણી વખત એક પગ બીજા પગને છેતરી જાય મતલબ કે ઠેસ આવે કે સમતોલન ન જળવાતા ગબડવાની ભીતિ રહે છે.
જો કે, પગ અહીં પ્રતિક છે એનું પણ અને કે આપણા સાવ નિકટતમ ગણાનાર પણ આપણને છેતરી જતા હોય છે, જેમ એક પગ બીજા પગની સાથે સંકલન સાધીને ચાલી શકે વચ્ચે એક રોકાઇ જાય તો બીજાને તકલીફ થાય છે. તેમ સંસાર રથના નિકટના બે સાથી પણ ઘણી વખત એકબીજાને છળળી જાય તેવું બની શકે છે.
‘જન્મ પામ્યા કે જીવન પૂરૂં થયું
જળની અંદર જેમ પરપોટો થયો’
- અશોકપુરી ગોસ્વામી
જીવનની ક્ષણભંગુરતા કેવી છે? સમય સરતો જાય છે નામ તેનો નાશ એ નક્કી છે. તો સમય તો એટલી ઝડપે પસાર થઇ જાય છે કે જાણે ગઇકાલની જ વાત હોય! જેમ પાણીમાં પરપોટો થાય અને તુરંત ફૂટી જાય છે તેમ જીવન પણ જાણે જન્મ પામ્યા અને પુરૂં થઇ ગયું જેવી ભ્રાંતિ થાય છે.
‘વર્ણવું જો હું અનુભવ પ્રેમના
ભૂલથી કો’ એ ગલીમાં જાય નહિ’
-‘બરબાદ’ જુનાગઢી
લગ્ન લક્કડ કે લડ્ડુ જે ખાય વો પસ્તાય ન ખાય વો ભી પસ્તાય તેવું પ્રેમ માટે પણ કહી શકાય. બે યુવા પ્રેમિઓને તળાવ કિનારે કે ગાર્ડનમાં બેસી પરસ્પરના આંખમાં આંખ પરોવી વાતો કરતા જોઇ સૌ તેની ઇર્ષા કરતા હોય છે. પરંતુ પ્રેમ કરવો તેથી આગળ તેને નિભાવવો એ આસાન વાત નથી ! તેમાં કેટલું સહન કરવું પડે, ઇજ્જત દાવ ઉપર લગાડવી પડે, સમાજની કૂથલીનો ભોગ બનવું પડે, કદાચ એટલેજ કવિ આ શે’રમાં કહે છે કે, પ્રેમના અનુભવ કહું તો કોઇ તે તરફ જવાનું નામ પણ નહિ લે. મનુષ્ય જન્મ મળ્યો તે ભાગ્યની
વાત છે પરંતુ માણસ તેનું ગૌરવ
લેવા કે ઉપરવાળાનો આભાર માનવાને બદલે હું કંઈક છું તેવા વ્હેમમાં ફરતો રહે છે પરંતુ ઘણી વખત તેનો આ
ભ્રમ ભારે પડી જતો હોય છે આસ્વાદ બાલેન્દુશેખર જાની