સિક્કામાં પોલીસને જોઈ બુટલેગર 50 બોટલ દારૂ રેઢો મુકી ફરાર

ગોપમાં જુગાર રમતા ત્રણ પકડાયા, બે નાશી છૂટ્યા જામનગર તા,21
જામનગર તાલુકાના સિકકામાં પોલીસ દ્વારા વોચ ગોઢવવામાં આવી હતી. જે દરમિયાન એક દારૂનો ધંધાર્થી સ્કૂટર પર દારૂનો જથ્થો લઇને નિકળતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો દરમિયાન દારૂનો ધંધાર્થી પ0 નંગ દારૂની બાટલી અને સ્કૂટર વગેરે મૂકીને ભાગી છૂટયો હતો. જે પોલીસે કબજે કરી લઇ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
જામનગર તાલુકાના સિકકામાં રહેતો લખમણ ઉર્ફે લખો નારણભાઇ સિંધવ નામનો દારૂનો ધંધાર્થી ગઇકાલે રાત્રે શ્રીજી સોસાયટી રોડ પરથી સ્કૂટર પર દારૂનો જથ્થો લઇને પસાર થઇ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઢવી તેને રોકડવાનો પ્રયત્ન કરતાં દારૂનો ધંધાર્થી લખન સ્કૂટર અને દારૂ રેઢુ મૂકીને ભાગી છુટયો હતો. સિકકા પોલીસે રૂા. 2પ000 કિંમતની પ0 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીઓ તેમજ જીજે-10-સીએફ-2382 નંબરનું સ્કૂટર વગેરે મળી રૂપિયા અડધા લાખની માલમત્તા કબજે કરી છે અને બુટલેગરને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જુગાર રમતા ઝડપાયા
જામજોધપુર તાલુકાના ગોપ ગામની સીમમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પોલીસને જોઈને અન્ય બે આરોપીઓ ભાગી છુટ્યા હોવાથી પોલીસે બન્ને ફરારી જાહેર કર્યા છે.
જામજોધપુર તાલુકાના ગોપગામની સીમમાંથી જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગર રમી રહેલ સતીષ નાથાભાઈ કારેણા, જયંતિ ભીખાભાઈ પાથર અને મેઘાભાઈ કેશાભાઈ પારથરની પોલીસે ધરપકડ કરી લઈ તેઓ પાસેથી રૂા.20,835ની રોકડ રકમ અને જુગારનો સાહિત્ય કબ્જે કર્યુ છે. આ દરોડા સમયે જેરામ આલા પાથર અને બોઘા લખુ વાઢિયા પોલીસને જોઈને ભાગી છુટ્યા હોવાથી બન્નેને ફરારી જાહેર કરી પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
બાઈકની ઠોકરે પ્રો ેઢ ઘાયલ
પોરબંદરના વતની દિનેશભાઈ ગોપાલભાઈ મસાણીના કાકા જામજોધપુર તાલુકાના વાંસજાળિયા પાસેથી પોતાનું બાઈક લઈને સતાપર ગામે કડિયા કામ માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી પુરપાટ વેગેથી આવી રહેલા એક અજ્ઞાત બાઈક ચાલકે તેઓને હડફેટ લઈ લેતાં ગંભીર ઈજા થવાથી બેશુધ્ધ થઈ ગયેલ હતા જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.