આજે વર્લ્ડ થાઈરોઈડ ડે । ભારતમાં 4 કરોડથી વધુ વ્યક્તિઓ થાઈરોઈડને લગતા રોગથી પીડાય છે


રાજકોટ તા,25
25 મે 2018ના રોજ વર્લ્ડ થાઈરોઈડ ડેના 10 વર્ષની ઉજવણી કરાશે. જેમાં મુખ્યત્વે અમેરીકન થાઈરોઈડ ઓર્ગેનાઈઝેશન યુરોપીયન થાઈરોઈડ ઓર્ગેનાઈઝેશન અને તેને લગતી બીજી એજન્સીઓએ સાથે મળી કેટલાક લક્ષ્યાંક નક્કી કર્યા છે.
(1) થાઈરોઈડ અને તેના સ્વાસ્થ્ય અંગે જાગૃકતા (2) થાઈરોઈડના રોગો અને તેની અદ્યતન સારવાર પધ્ધતિ અને જાગૃકતા (3) થાઈરોઈડના રોગોની પ્રચલીતતા અંગે જાગૃકતા લાવવી (4) થાઈરોડના રોગો અંગેના ઉપાય અને જાણકારીની સવલતો કરવી (5) જાગૃકતા અને માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી.
વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ ઈન્ટરનલ મેડીસીન અને ઈન્ટેન્સીવીસ્ટ ડો. તેજસ ચૌધરીએ જણાવેલ હતું કે થાઈરોઈડ એ એક અગત્યની ગ્રંથી છે. જે પતંગીયાના આકારની હોય છે આપજ્ઞા ગળાના નીચેના ભાગમાં શ્ર્વાસનળીની આગળ અને સ્વરપેટીના નીચેના ભાગમાં આવેલી હોય છે. આપણા શરીરમાં રહેલી આઠ હોર્મોન ગ્રંથીઓમાંથી થાઈરોઈડ ગ્રંથી નાની હોવા છતા શરીરના બધા જ મેટાબોલીક પ્રસેસમાં ભાગ લે છે. થાઈરોઈડ ગ્રંથીના અંત:સ્ત્રાવો જે લોહીમાં ભળે છે અને શરીરના દરેક અવયવો, પેશીઓ, કોષો અને મેટાબોલીસમેન કંટ્રોલ કરે છે.
ડો.તેજસ ચૌધરીએ વિશેષમાં જણાવેલ હતું કે આપણા દેશમાં જ કરોડથી વધુ વ્યક્તિઓ એક યા બીજા પ્રકારના થાઈરોઈડને લગતા રોગથી પીડાય છે આપણા દેશની દર ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ એક યા બીજા પ્રકારના થાઈરોઈડ ડીસઓર્ડરથી પીડાય છે સામાન્ય રીતે વયસ્ક નાગરીકોમાં આ રોગ વિશેષ જોવા મળે છે. કયારેક દર્દીને ખબર પણ નથી હોતી કે તેને થાઈરોઈડને લગતી બીમારી છે. ઘણા લોકો તો થાઈરોડના નામથી પણ અજાણ હોય છે. સામાન્ય રીતે પ્રાંચ પ્રકારના થાઈરોઈડને લગતી બીમારીના દર્દીઓ જોવા મળે છે. હાઈપોથાઈરોઈડીસ્મ :- થાઈરોઈડગ્રંથી અન્ડરએક્ટીવ હોવાથી દર્દીને થાક લાગવો, વનજ વધવું, ચામડી જાડી થઇ જવી, ઠંડી સહન ન થવી, શરીરમાં સોજા આવવા વિગેરે લક્ષણો જોવા મળે છે. આવા કોઇપણ લક્ષણો સાથે લેબોરેટરી ટેસ્ટથી નિદાન શક્ય છે અને તે માટે સારવાર હોર્મોન રિપ્લેસમેન્ટ છે. જે ડોકટરના માર્ગદર્શનમાં લઇ શકાય. સામાન્ય રીતે 60% સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે છે. જીવનભર મેડીસીન લેવાથી સામાન્ય જીવન જીવી શકાય છે. ખાસ કરીને પ્રગ્નેન્સી દરમ્યાન ખાસ કાળજી લઇ સમયસર નિદાન અને સારવાર લેવાથી બાળક અને માતાનું સ્વાસ્થ્ય સરસ રહે છે.
હાઈપરથાઈરોઈડીસ્મ અને થાઈરોઈડ કેન્સર અને ગોઈટર: થાઈરોઈડ ગ્રંથી ઓવર એક્ટીવ હોવાથી દર્દીને ધબકારા વધવા, વનજ ઘટવું, ભુખ વધવી, ખુબ પરસેવો વળવો, વારંવાર ઝાડા થવા, ગરમી સહન ન થવી, ચીડીયાપણું, હાથમાં ધ્રુજારી આવવી, સ્નાયુઓની નબળાઈ, આંખો પહોળી થવી વિગેરે લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો સાથે લેબોરેટરી ટેસ્ટથી નિદાન અને યોગ્ય સારવારથી થાઈરોઈડ કેન્સર પણ મટી શકે છે.
થાઈરોઈડ થવાના કારણો : (1) જન્મજાત થાઈરોઈડ ગ્રંથી ન હોવી (2) જન્મજાત થાઈરોઈડ હોર્મોનની ખામી (3) થાઈરોઈડાયટીસ
આંકડાકીય માહિતીને ધ્યાનમાં લઇએ તો એક નવાઈની વાત જાણવા મળે છે કે ઓછામાં ઓછા 60% લોકોને તેમને થાઈરોઈડ અંગેની તકલીફ છે એવો અંદાજો પણ નથી હોતો અને તેમાં પણ સ્ત્રીઓમાં થાઈરોઈડને લગતા રોગનું પ્રમાણ પુરુષો કરતા 6 થી 8 ગણુ વધુ જોવા મળે છે. તો આજના વર્લ્ડ થાઈરોઈડ ડે ના દિવસે લોકો સુધી એક સામાન્ય ભાષામાં માહિતી પહોંચાડવાનો આ અમારો પ્રયાસ છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને સમયસર સારવાર અને નિદાનથી કોઇને સારુ જીવન મળી શકે. બસ અમારા આવા પ્રયાસોમાં આપનો સહકાર જરૂરી છે જેથી આપણે એક સ્વસ્થ સમાજ બનાવી શકીએ.