વારંવાર ‘એક બુંદ જિંદગી કી’? ના, હવે એક ઈન્જેકશન કાફી

સતત પાંચ વર્ષ સુધી પોલિયોની રસી આપવાની જરૂર નથી
નવી દિલ્હી તા,24
એમઆઈટીના વૈજ્ઞાનિકોએ એક એવા નેનોપાર્ટિકલ રસીની શોધ કરી છે કે જે દુનિયાભરમાંથી પોલિયોને ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. એક જ ઈન્જેક્શન દ્વારા પોલિયોની રસી આપી શકાશે. અનેક દેશો એવા છે કે જ્યાં હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં આ બિમારી જોવા મળે છે. તે જગ્યાના બાળકોને વારંવાર પોલિયોની રસી લેવામાંથી છુટકારો મળી જશે.યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના મતે દુનિયાભરમાં પોલિયોના કેસમાં 1988થી 2013 વચ્ચે 99 ટકાનો ઘટાડો જોવા મળ્યો. પરંતુ હજુ સુધી આ બિમારીનો સંપૂર્ણ રીતે ખાત્મો થયો નથી. આ બિમારીથી આજે પણ એવા વિસ્તારોમાં બાળકો લડી રહ્યા છે જ્યાં સમયર પોલિયોની દવા પહોંચી શકતી નથી. અમેરિકાના મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓપ ટેક્નોલોજીના એન જૈકલેનેકે જણાવ્યું કે માત્ર એક જ વખત ઈન્જેક્શન લગાવવાથી પોલિયોની રસી વારંવાર આપવાની જરૂર રહેતી નથી.