આ સ્માર્ટફોનમાં છે 6GB રેમ અને 128GB સ્ટોરેજ, કિંમત પણ બજેટમાં

ઓપ્પોએ નવી દિલ્હીમાં આયોજિત એક ઈવેન્ટમાં પોતાની નવી સીરીઝ રિયલમીનો પહેલો સ્માર્ટફોન રિયલમી1 લોન્ચ કરી દીધો છે. ફોનમાં ખાસ ફિચર્સએ છે કે તેમાં 6GB રેમ અને 128GB ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ એક મેડ ઈન ઈન્ડિયા ફોન છે જે ગ્રાહકોને મલ્ટિટાસ્કિંગની મજા આપશે. ફોનની રેમ અને સ્ટોરેજના આધારે ત્રણ વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
રિયલમી1 સ્માર્ટફોને 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 13,990 રૂપિયા છે જ્યારે 3GB અને 32GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 8990 રૂપિયા રાખવામાં આવી છે. ફોન એક્સક્લૂઝિવ એમેઝોન ઈન્ડિયા પરથી મેળવી શકાશે. ફોનનો પહેલો સેલ 25 મેના રોજ બપોરે 12 વાગ્યે થશે. ફોન સોલર રેડ અને ડાયમંડ બ્લેક કલરમાં મળશે.
જિયો ગ્રાહકોને 4850 રૂપિયા સુધીનો ફાયદો મળશે. ઓપ્પોએ રિયલમી 1 માટે એસબીઆઈ સાથે પાર્ટનરશિપ કરી છે. એસબીઆઈ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાથી 5 ટકા કેશબેક મળશે. આ સાથેનો કોસ્ટ ઈએમઆઈ ઓફર પણ કંપની આપી રહી છે. કંપની ફોન સાથે મફતમાં કવર પણ આપી રહ્યું છે. એક મહિના બાદ કંપની 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયેન્ટ મૂનલાઈટ સિલ્વર અને ડાયમંડ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવશે. આ વેરિયંટની કિંમત 10,990 રૂપિયા હશે.
6 ઈંચની ફૂલ એચડી સ્ક્રીન જેનું રિઝોલ્યુશન 1080સ2180 પિક્સલ છે. એઆઈ મીડિયાટેક હીલિયો પી60 પ્રોસેસર. સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં ટ્રિપલ સિમ સપોર્ટ છે જેથી બે સિમકાર્ડ અને માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે. કેમેરાની વાત કરીએ તો પીડીએએફ અને ડેપ્થ મોડ સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. જ્યારે 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. 3410 ળઅવની બેટરી અને આ ફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો આધારિત ઓએસ 5.0 પર કામ કરે છે.