જૂનાગઢ યાર્ડમાં વેપારી પાસેથી તુવેરદાળની ખરીદી કરાતા કિશાન સંઘે કલેક્ટરને આવેદન પાઠવ્યું

સરકારની શરત ચૂકથી પ્રજાપતિ સમાજની મુશ્કેલી વધી,
જૂનાગઢ,તા.16
જૂનગઢ યાર્ડમાં તુવેર ખરીદી કેન્દ્રમાં ખેડૂતોના બદલે વેપારીઓ પાસેથી તુવેરની ખરીદી અને ખરીદનાર મંડળીએ 20 કિલોએ રૂા.100 વસુલ કર્યા હોવાના ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયા બાદ આ બાબતે સોશ્યલ મિડીયામાં નુકશાન સંઘ દ્વારા આ મંડળી પાસે પૈસા માગ્યા હોવાનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. પીપળીયા સહકારી મંડળી દ્વારા ચાલતા ટેકાના ભાવે ખરીદાતી તુવેરમાં 20 કિલોએ રૂા.100 મંડળીએ વસુલ કરી ભ્રષ્ટાચાર કર્યાના કિસાનસંઘના આવેદનમાં આક્ષેપ કરાયો હતો. દરમ્યાનમાં આ બાબતે સોશ્યલ મિડીયામાં વાઇરલ થયેલ વિડીયોમાં સંગઠન, કાર્યકર્તા નોંધણી માટે કિશાનસંઘ દ્વારા પૈસા મંગાયાનો આ વિડીયોમાં ઉલ્લેખ છે. પીપળીયા મંડળીના પ્રમુખ વિપુલભાઇ સાવલીયાએ જણાવ્યું છે કે કિશાનસંઘના પદાધિકારીઓએ માંગણી મુજબ પૈસાન અપાતા અમારી આ મંડળીને બદનામ કરવાના હેતુથી આવેદનપત્ર આપેલ હતું કિસાનસંઘ દ્વારા પૈસા માગ્યા અંગેનો આ વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે.
આડેધડ પાર્કિંગ સામે રોષ
જૂનાગઢમાં આડેધડ ટ્રાવેલ્સની બસો પાર્ક કરીને ટ્રાફિકની સમસ્યાઓ સર્જવામાં આવે છે આ ઉપરાંત જોષીપરા વિસ્તારમાં અમુક શખ્સો દ્વારા બુલેટના સાયલેન્સરની ગોળી જેવો તિવ્ર અવાજ સાથે મોટરસાયકલ ચલાવી ભયનો માહોલ સર્જવામાં આવે છે ત્યારે આવા શખ્સો સામપગલા ભરવામાં આવે તેવી ધારાસભ્યે માંગણી કરી છે.
જૂનાગઢમાં આડેધડ ખાનગી વાહન ચાલકો દ્વારા વાહનો પાર્ક કરી દેવામાં આવે. છે. જેના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે. માત્ર ટાર્ગેટ પુરા કરવા માટે મેમો આપવાથી કાંઇ જ નહી વળે જ્યાં સુધી આ અંગે કડક પગલા ભરવામાં નહી આવે ત્યાં સુધી આ સ્થિતિ જેમની તેમ રહેશે. આ અંગે જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ ડીએસપી ને પત્ર પાઠવી રજુઆત કરી છે. આ અંગે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
પ્રજાપતિ જ્ઞાતિની મુશ્કેલી
રાજયમાં પ્રજાપતિ-કડિયા કુંભાર જ્ઞાતિને ઓબીસીના દાખલા મેળવવા અંગે પડતી મુશ્કેલી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસીમાં સમાવેશ કર્યા બાદ એટીવીટી લીસ્ટ 2014માં કેન્દ્ર સરકારે મુખ્ય કુંભાર જ્ઞાતિની પેટા જ્ઞાતિઓને અલગ અલગ નંબર આપી મુળ કુંભાર શબ્દને શરતચૂકથી રદ કરેલ હોય જેના કારણે તાલુકા કક્ષાએ ઓબીસી પ્રમાણપત્રો મેળવવામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે જ્ઞાતિના આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆતો કરી છે.
ગુજરાતમાં પ્રજાપ્રતિ કડિયા જ્ઞાતિની 40 લાખની વસ્તી છે જે માટીકામ, કડીયાકામ, ઇંટો પથ્થરનું મહેનતવાળુ કામ કરે છે. આ જ્ઞાતિનો બક્ષીપંચમાં સમાવેશ થયેલ છે. તેમજ કેન્દ્ર સરકારની યાદીમાં પણ કુંભાર ના ટાઇટલ નીચે તમામ પેટાજ્ઞાતિઓનો સમાવેશ થયેલ છે. પરંતુ કેન્દ્ર સરકારે ઓબીસીમાં સામવેશ કર્યા બાદ એટીવીટી લીસ્ટમાં 2014માં કેન્દ્રસરકારે મુખ્ય કુંભાર જ્ઞાતિની પેટાજ્ઞાતિઓને અલગ નંબર આપી મુળ કુંભાર શબ્દને શરતચૂકથી રદ કરેલ છે. આ ભુલ સુધારવા રાજય સરકાર કેન્દ્રમાં દરખાસ્ત કરે તે માટે દરસુખભાઇ પ્રજાપતિ, નરેન્દ્રભાઇ સોલંકી, કડિાયજ્ઞાતિ જૂનાગઢના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ, દામજીભાઇ સતવારા, જેન્તિભાઇ મનાણી વગેરેએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
ટ્રેકિંગ કેમ્પ યોજાયો
તાજેતરમાં હોલીડે એડવેન્ચર એક્ટીવીટી જૂનાગઢ દ્વારા 9 દિવસીય હિમાચલ પ્રદેશના મનાલી ખાતે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક ઇન્સ્ટ્રક્ટર, 3 સહાયક ઇન્સ્ટ્રક્ટર તેમજ 20 જૂનાગઢના બાળકોએ ભાગ લઇ રોહતાંગ પાસે આવેલ 13900ફૂટ ઉંચાઇ ધરાવતા સ્થળ મઢી ખાતે શીખર સર કર્યો હતો.
આ કેમ્પમાં 11 થી 17 વર્ષ સુધીના જૂનાગઢના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.