જામનગરમાં કેરીના વેપારીઓ પર ફુડ શાખા ત્રાટકી : 250 કિલો કેરીનો નાશ


જામનગરમાં ફૂડ શાખા દ્વારા કેરીના વેપારીઓને ત્યાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પંડાલો તથા દુકાનોમાં વેંચાતી કેરીની તપાસ કરી કાર્બાઈડથી પકાવેલી અને અખાદ્ય એવી 250 કીલો કેરીનો નાશ કરવામાં આવ્યો હતો. જન આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર ફૂડ શાખાએ ઘોંસ બોલાવતા વેપારીઓમાં ફફડાટ પેશી ગયો હતો. (તસવીર : સુનીલ ચુડાસમા)