હાપા નજીક ટ્રક રિવર્સ લેવડાવતા ચાલકનું જોટામાં આવી જતાં મોત

  • હાપા નજીક ટ્રક રિવર્સ લેવડાવતા ચાલકનું જોટામાં આવી જતાં મોત
  • હાપા નજીક ટ્રક રિવર્સ લેવડાવતા ચાલકનું જોટામાં આવી જતાં મોત
  • હાપા નજીક ટ્રક રિવર્સ લેવડાવતા ચાલકનું જોટામાં આવી જતાં મોત

હાપામાં ટેન્કર ચાલકની હત્યાની તપાસ એલસીબીને સોંપાઈ જામનગર તા,16
જામનગર નજીક હાપા વિસ્તારમાં ગઇકાલે રાત્રે એક ટ્રકને રીવર્સમાં લેવડાવતી વખતે ટ્રક એક એસ ટી સાથે ટકરાઇ ગયા પછી ટ્રકને રીવર્સમા લેવડાવી રહેલા સલાયાના ટ્રક ચાલકનું પાછળના જોટામાં આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું છે
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર - રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક ગઇકાલે રાત્રે સાડા દસેક વાગ્યાના આરસામાં મુળ સલાયાનો વતની સીદીક કાસમ સંઘાર નામનો પંચાવન વર્ષના ટ્રક ચાલક પ્રૌઢ પોતાના ટ્રકને રીવર્સમા લેવડાવી રહ્યો હતો અને અન્ય ટ્રક ચાલક રીવર્સમાં લઇ જઇ રહ્યો હતો.
જે દરમ્યાન એક એસ ટી બસ આવી જતા ટ્રક બસની સાથે સૌપ્રથમ ટકરાઇને ડીવાઇડર પર ચડયો હતો ત્યાર પછી રીવર્સમાં જતા પાછળ ઉભેલા સીદીક સંઘારને હડફેટમાં લઇ ચગદી નાખ્યો હતો ટ્રકનો પાછળનો જોટો તેના ઉપરથી ફરી વળતા ગંભીર ઇજા થવાથી તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ આ બનાવની પોલીસને જાણ થતા પંચકોશી બી ડીવીઝન સ્ટાફે મૃતદેહનો કબ્જે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાની તપાસ એલસીબીને સોંપાઈ
જાનગર નજીક હાપામાં રહેતા પાર્થ ઉર્ફે બાબુભાઇ મિયાત્રા નામના ટેન્કર ચાલક આહીર યુવાનની લુંટના ઇરાદે અપહરણ કરી બંદુકના ભડાકે હત્યા કરવા અંગેના ચકચારી પ્રકરણની તપાસ જામનગરના પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાંથી એલ સી બી ને સોંપી દેવાઇ છે અને એલ સી બી ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.
પાર્થ મિયાત્રાની હતયા નિપજાવવા અને ટેન્કરની લુંટ ચલાવવાના મામલે પોલીસે પાંચ આરોપીઓ સામે ગુન્હો નોંધ્યા પછી એક આરોપી લાલપુર તાલુકાના નંદાણા ગામના ભરત કેશુરભાઇ નામના આહીર શખ્સની ધરપકડ કરી હતી અને પાંચ દિવસના રીમાન્ડ પર લીધો છે જેની પુછપરછ આધારે તેણે હથિયાર કયાં સંતાડયુ છે અને અન્ય આરોપીઓ કયાં સંતાયા છે વગેરે જાણવા માટે વિશેષ પુછપરછ હાથ ધરી આરોપીને જુનાગઢ અને ભાયાવદર તરફ તપાસ માટે લઇ જવાયો છે. (તસવીર : સુનીલ ચુડાસમા)