આજની પ્રાર્થના

આટલું તો આપ
ઓ તારકશિરોમણિ !
હૈયુ કાળો કલ્પાંત કરે છે.
દિલ ચીરાઇ જાય છે.
આત્મા વલોપાત કરે છે.
મન વલોવાઇ ગયું છે.
ઓ દિલના શણગાર !
અત્યારે મારા દંભના આંસુ નથી.
પાણીના નહિ, લોહીના આંસુ છે.
લોહી આંસુ બનીને આંખેથી
વહી રહેલ છે.
આ આંસુ દુ:ખ-દર્દના નથી પણ
દોષની દુનિયાના છે. - પૂજ્ય યશોવિજયસૂરિશ્ર્વરજી મહારાજ (ક્રમશ:)