17 વર્ષના અંતરાલ બાદ ‘ચાંદની બાર’ની સિકવલ બનશે


મુંબઇ તા.16
મધુર ભંડારકર તેની 2001માં આવેલી ‘ચાંદની બાર’ની સીકવલ બનાવી રહ્યા છે. 17 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો પાર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2005માં ડાન્સ-બાર પર જ્યારે બેન મૂકવામાં આવ્યો હતો એ સમયને ધ્યાનમાં રાખીને બીજો પાર્ટ બનાવવામાં આવી
રહ્યો છે.
મધુર ભંડારકરે એ વિશે ઘણું રિસર્ચ પણ કર્યુ છે. અને હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ પૂરો થયા બાદ જ એક્ટર્સને પરસંદ કરવામાં આવશે. 2001માં આવેલી ‘ચાંદની બાર’ માટે તબુને બેસ્ટ એકટ્રેસનો નેશનલ એવોર્ડ, અતુલ કુલકર્ણીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ, અનન્યા ખરેને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રસનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
આ વાતની પુષ્ટિ આપતાં ‘ચાંદનીબાર-2’ના પ્રોડ્યુસર શૈલેષસિંહે કહ્યું હતું કે ‘મધુર ભંડારકરને ડિરેક્ટર તરીકે પસંદ કરી ‘ચાંદની બાર 2’ને પ્રોડ્યુસ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મેં આ ફિલ્મના રાઇટ્સ પણ ખરીદી લીધા છે અને એનું શૂટીંગ શરૂ કરવા માટે હું ખૂબ જ આતુર છું.’