મ્યુઝિયમ । સ્ટેમ્પ

પેટમાં જે સરળતાથી ભોજનનાં દ્રવ્યોનો
પ્રવેશ કરાવી શકાય છે એ સરળતાથી
ભોજનનાં દ્રવ્યો પચાવી શકાતાં નથી.
કારણ? માત્ર મોઢું ખૂલે છે અને
ભોજનનાં દ્રવ્યો પેટમાં પહોંચી જાય છે
પણ એ દ્રવ્યોને પચાવવા તો મજબૂત
પાચનશકિત જોઇએ છે.
પત્ર બરાબર.
પત્ર જે કવરમાં મુકાયો એ કવર બરાબર.
એ કવર પર લખેલ સરનામું બરાબર અને
એ કવર પર લગાડેલ સ્ટેમ્પ પણ બરાબર,
પણ સબૂર!
એ સ્ટેમ્પ જો ચોક્કસ સરનામે કવર ન પહોંચે
ત્યાં સુધી કવર પર ચીપકેલી ન રહે તો
શકય છે કે કવર ચોક્કસ સરનામે
પહોંચે જ નહીં!
સ્ટેમ્પનો આપણને આ જ સંદેશ છે.
‘તારૂં આચરણ બરાબર.
તારા શબ્દો બરાબર અને
તારા વિચારો પણ બરાબર પણ
તું જો મુકિતએ પહોંચવા માગે છે તો
જ્યાં સુધી મુકિત ન મળે ત્યાં સુધી
તારે દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેની નિર્મળ અને
મંગળ શ્રદ્ધાને ટકાવી જ રાખવી પડશે.
સાધના દરમ્યાન વચ્ચે જો શ્રદ્ધા
છૂટી ગઇ તો તું ગયો કામથી!’ - આચાર્ય વિજયરત્ન સુંદર સૂરિશ્ર્વરજી મ.સા.