ફિયરલેસ લેડી: કવીન ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ: પ્રીતિ સોમપુરા

આ ગુજરાતી મહિલા પત્રકાર અને એક દીકરીની માતા પ્રીતિ સોમપુરાની પોતાની કહાની પણ એના રીપોર્ટિંગ જેવી જ રોમાંચક છે નવા જર્નલિસ્ટ માટે પ્રેરણારૂપ પ્રીતિએ અંડરવર્લ્ડનું રિપોર્ટિંગ હોઈ કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ
જેવી પરિસ્થિતિ હોય કે
પછી સોમાલિયામાં જાનનું
જોખમ હોય, અથવા
પાકિસ્તાનનો પ્રવાસ
હોઈ નીડરતા અને
નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે ડર શબ્દ તેની ડિક્શનરીમાં જ નથી. અનેકવાર સ્ટોરી પડતી મૂકી દેવા માટે ધમકી મળી છે પરંતુ જ્યાં સુધી સ્ટોરીની ઇમ્પેક્ટ ન થાય ત્યાં સુધી કોઈ પણ ભોગે સ્ટોરી ચલાવે સ્થળ છે સોમાલિયાનો દરિયા કિનારો. એક ટેલિવિઝન ચેનલની યુવતી પોતાના સાથી કેમેરામેન અને ટીમ સાથે રિપોર્ટીંગ કરવા પહોચે છે. નજીકમાં ‘લક્ષ્મી’ નામની બોટ જુવે છે અને ત્વરાથી નિર્ણય લઇ કેમેરામેનને નજીકની શોટ લેવા આદેશ આપે છે. એટલામાં તો બુકાનીધારી આવીને તેઓને ઘેરી લે છે શુટીંગ વગેરેની ના પાડે છે. જો કે સમયસુચકતા વાપરીને બધા ત્યાંથી છુટી જવામાં સફળ બને છે પરંતુ એક મોટો પર્દાફાશ થાય છે કે પોરબંદરની બોટને ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવતી હતી. જાનના જોખમે રીપોર્ટીંગ કરનાર આ યુવતી હતી ગુજરાત કચ્છી પરિવારની દીકરી અને ઇન્ડિયા ટીવીના જાણીતા પત્રકાર પ્રીતિ સોમપુરા.
કારકિર્દીનું આ સૌથી જોખમી રિપોર્ટીંગ હતું.જે યાદ કરતા પ્રીતિ પોતાની કેરિયર, ફિલ્ડ અને પોતાના સ્વપ્નો વિશે દિલ ખોલીને વાત કરે છે.199પ થી કારકિર્દી શરૂ કરનાર પ્રીતિને આ ફિલ્ડમાંથી નામ અને
દામ બંને મેળવ્યા છે. તેમનો આ
ફિલ્ડમાં પ્રવેશ પણ રોમાંચક કહાની જેવો જ છે.
મુંબઇના સાંતાક્રુઝપરામાં રહેતા રમેશભાઇ અને ચંદ્રિકાબેનના બે સંતાનોમાં પ્રીતિ નાની દીકરી હતી. ભણવામાં સાધારણ એવી પ્રીતિ નેવી જોઇન કરવા માંગણી હતી. એક દિવસ વર્તમાનપત્રમાં વરીષ્ઠ પત્રકાર કાંતિભાઇ ભટ્ટની કોલમ વાંચતા કંઇક ગરબડ જણાઇ અને પત્ર લખ્યો. કાંતિ ભટ્ટે તેને પત્ર લખી મળવા બોલાવી આસિસ્ટન્ટ તરીકે કામ સોપ્યું. પત્રકારત્વના ફિલ્ડમાં આ તેમનું પહેલું પગલું બસ ત્યારપછી જુદા જુદા અખબારોમાં તેમજ ટેલિવિઝન ચેનલમાં તક મળી. રાજકારણથી લઇને ફિલ્મો સુધીના દરેક ક્ષેત્રની સેલીબ્રીટીઝ સાથે ઇન્ટરવ્યુઝ કર્યા છે.શાહરુખ ખાન થી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ અંધારી આલમના ડોન ગણાતા લોકોના ઇન્ટરવ્યૂ કર્યા છે.
પરંતુ તેમને ઇન્વેસ્ટીગેટિવ રીપોર્ટીંગ સૌથી વધુ પ્રિય છે.
ઇ.સ.199પ થી શરૂ થયેલ આ યાત્રામાં સફળતાના સન્માન રૂપે મળેલ એવોર્ડમાં એનટી એવોર્ડ કચ્છશકિત, નારી શકિત, હીરા માણેક વગેરેનો સમાવેશ થાય છે.
ચાર વર્ષ પહેલા પતિનું મૃત્યુ થયું પુત્રી નાની છતા હિંમત હાર્યા વગર માતા તરીકેની ફરજ સુપેરે નિભાવે છે. હાલ પુત્રી માર્ગી ધો.10 માં અભ્યાસ કરે છે તેની દેખભાળ અને પરીવારની જવાબદારી વચ્ચે કામ ચાલુ છે અને ભવિષ્યમાં પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કરવાનું તેનું સ્વપ્ન છે. ગુજરાત મિરર તરફથી ખુબ ખુબ શુભકામના.
ALL THE BEST ઈલેકટ્રોનીક મિડીયા
ચેલેન્જીંગ છે
પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનીક મીડિયા બન્નેમાં કામ કરી ચુકેલ પ્રીતિને ઈલેકટ્રોનીક મિડીયા વધુ ચેલેન્જીંગ લાગે છે જેના દરેક પળે જાગૃત રહેવુંં પડે છે. ઘટના બને કે તરત જ તમે
ન્યુઝ બ્રેક કરી શકો છો. આમ છતાં બન્ને
માધ્યમોનું આગવું મહત્વ છે. મોડર્ન ટેકનોલોજીની સારી અને નરસી બન્ને સાઈડ છે
પ્રીતિ સોમપુરાએ હાલ નવી ટેકનોલોજીના ઉપયોગ અંગે જણાવ્યું કે હાલ મોબાઈલ, ઈન્ટરનેટ વગેરેની સુવિધા છે. જેનાથી કોઈ પણ બનાવ બને ત્યારે સામાન્ય માણસ પણ જે તે વિડીયો પોતાના મોબાઈલમાં લઈ લે છે અને ફોટોઝ પણ કલીક કરી શકે છે પરંતુ સામેપક્ષે ઘણી વાર કોઈ ઘટના બને ત્યારે જુના ફોટો, વિડિયો પણ ફરતા થઈ જાય છે અને આમ ખોટી અફવા પણ ફેલાઈ શકે છે તેથી ઘટના હોય તેના કરતા પણ લોકો ગંભીરતાથી લે છે અને ભયનો માહોલ ફેલાય જાય છે. અનેક દિલધડક રિપોર્ટિંગ કરી આગવું સ્થાન બનાવ્યું છે
ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માં અનેક જાનના જોખમે રિપોર્ટિંગ કરી અનેક વખત હલચલ મચાવી છે.મુંબઈમાં ચાલતા ડાન્સબાર, રિયલ એસ્ટેટમાં અંડરવર્ડના પૈસા, મુંબઇમાં નકલી ઘીનો વેપાર, જેવા અનેક વિષયમાં પર્દાફાશ કર્યો છે અનેકવાર સ્ટોરી પડતી મૂકી દેવા માટે ધમકી મળી છે પરંતુ જ્યાં સુધી સ્ટોરીની ઇમ્પેક્ટ ન થાય ત્યાં સુધી તજ્ઞિિું ન છોડે એજ પ્રીતિ.
મુંબઈમાં ગાયના હાડકા અને ચરબીમાંથી નકલી દૂધ બનાવવાનું સમગ્ર ઘટનામાં સ્થળ પર પહોંચી જઈને રીપોર્ટિંગ કરી આવ્યા પછી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી પરંતુ હિંમત હારે એ પ્રીતિ નહી. સતત ફોલોઅપ લઈને કે ફેકટરી બંધ કરાવીનેે જ જંપ લીધો.
રાજ ઠાકરેએ જ્યારે ઉત્તર ભારતીયોને નિશાન બનાવીને વિધાનો કરતાં હતાં સતત તોડફોડના બનાવ બનતા હતા ત્યારે બ્રેકિંગ ન્યુઝ અને લાઈવ ચાલતા તે સમયે અધરાતે-મધરાતે ફોન કરીને ધમકી તેમજ તોફાન વિશેની નનામા ફોન મળતા. ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી અને ઘટના બાદ થોડા દિવસ બાદ ખબર પડી કે તે છોટા રાજનનો સાગરીત બંટી પાંડે હતો.
અબુ સલેમ પર હુમલો થયો ત્યારે તેને સતત ટ્રેસ કરીને સૌપ્રથમ ઇન્ટરવ્યુ લઇ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. દરેક ચેનલ પર એ જ ઇન્ટરવ્યૂ ચાલ્યો હતો.
અમરનાથ હુમલા વખતે પણ એક ટેકસી ડ્રાઇવર પાસેથી ખૂબ મહત્વની માહિતી લઇ ઘણી વાતો મેળવી હતી.
સોમાલી ચાંચિયાની સ્ટોરી વખતે મોંગાદીશું એરપોર્ટ પર ઉતરતા જ બેગ અને સામાન લૂંટવાનો પ્રયાસ થયો હતો અને ત્યારે આર્મી ઓફિસરની મદદથી માંડ બચ્યો હતો.
હાલ કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત પ્રીતિનું હવે પછીનું મિશન છે સિરિયા જે આઈ.એસ.આઈ નું વડુમથક ગણાય છે અને ત્યાંથી પણ જાનના જોખમે અજાણી વાતો લઈ આવશે.   મોડર્ન ટેકનોલોજીની સારી અને નરસી બન્ને સાઈડ છે
પ્રીતિ સોમપુરાએ હાલ નવી ટેકનોલોજીના ઉપયોગ અંગે જણાવ્યું કે હાલ મોબાઈલ, ઈન્ટરનેટ વગેરેની સુવિધા છે. જેનાથી કોઈ પણ બનાવ બને ત્યારે સામાન્ય માણસ પણ જે તે વિડીયો પોતાના મોબાઈલમાં લઈ લે છે અને ફોટોઝ પણ કલીક કરી શકે છે પરંતુ સામેપક્ષે ઘણી વાર કોઈ ઘટના બને ત્યારે જુના ફોટો, વિડિયો પણ ફરતા થઈ જાય છે અને આમ ખોટી અફવા પણ ફેલાઈ શકે છે તેથી ઘટના હોય તેના કરતા પણ લોકો ગંભીરતાથી લે છે અને ભયનો માહોલ ફેલાય જાય છે. ‘સખત મહેનત’નો કોઈ વિકલ્પ નથી
પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશતા ઉભરતા પત્રકારોને ‘હાર્ડ વર્ક’ની શીખ આપતા તેમણે જણાવ્યું કે સખત મહેનત વગર કંઈ જ મળતુ નથી. મહિલાઓની સંખ્યા આ ફિલ્ડમાં આમ પણ ઓછી જોવા મળે છે. મહેનત કરી પોતાની આવડત પર મહિલા સ્થાન બનાવી શકે છે. કોઈપણ પત્રકાર જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે અનેક ચેલેન્જીઝનો સામનો કરવો પડે છે જેમ કે 26/11ના હુમલામાં સતત ભય વચ્ચે રીપોર્ટીગ કર્યું હતું. તો હાલ અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ સમયે સતત ત્રણ દિવસ તેના ઘર સામે રાહ જોઈને બેસી રહેવુ પડ્યું હતું તેની સામે તમને એક ઓળખ મળે છે, લોકોનો પ્રેમ મળે છે. ઉડાન - ભાવના દોશી -