કર્ણાટકમાં કટોકટી: ભાજપ-કોંગ્રેસ બન્નેને સત્તાની તક

222 બેઠકોમાંથી મળતા રૂઝાન મુજબ ભાજપને 109, કોંગ્રેસને 70, જેડીએસને 41 અને અન્યોના ફાળે 2 બેઠકો: કોંગ્રેસ અને જેડીએસની સરકારની પણ ધારણા ભાજપને સત્તા માટે જરૂરી 112 કરતાં 2-3 બેઠક ઓછી મળે તેવી સંભાવનાથી નવું ટ્વિસ્ટ
સાંજે પાંચ વાગ્યે જેડીએસ નેતા કુમાર સ્વામીની રાજ્યપાલ સાથે મુલાકાત: કોંગ્રેસનો ટેકો
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદે સોનિયા ગાંધી સાથે કરી મહત્ત્વપૂર્ણ રણનીતિક ચર્ચા રાજકોટ: સમસ્ત હિંદુસ્તાનની નજર જેના પર મંડરાયેલી હતી તે કર્ણાટક વિધાનસભાની સૌથી ચર્ચિત અને સૌથી ખર્ચાળ એવી ચૂંટણીના આજે જાહેર થયેલા પરીણામોમાં ભારતીય જનતા પાર્ટીનો કલ્પનાતીત વિજય થવા જઇ રહ્યો હતો પરંતુ બપોરના 3 વાગ્યા સુધીમાં થોડું ટ્વિસ્ટ આવતાં ચિત્ર પલટાય તેવી સંભાવના પેદા થઇ છે. કર્ણાટકની રરર વિધાનસભાની બેઠકો માટેની યોજાયેલી ચૂંટણીના પરીણામો મુજબ ભા.જ.પા. ને 109, કોંગ્રેસને 70, જેડીએસને 41 અને અન્યના ફાળે 2 બેઠકો જાય તેવી સંભાવના છે. કોંગ્રેસે જેડીએસના કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી ચિત્ર પલટાવી નાખ્યું અત્યાર સુધી મળેલા રુઝાન મુજબ ભા.જ.પા. કર્ણાટકના કોંગ્રેસના ગઢ ગણાતા આ પ્રદેશમાં આસાનીથી સિંહાસન સંભાળવા જઇ રહી હતી પરંતુ મત ગણતરી આગળ વધતી ચાલી તેમ સીટોની વધઘટે ઘણું ચિત્ર ઊલટ-સૂલટ કરી નાખ્યું હતું. બીજી તરફ કોંગ્રેસમુકત ભારતના નારા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કરેલા ઝંઝાવાતી પ્રચારને પ્રચંડ જનસમર્થન મળ્યું હોવાનો સંકેત સાંપડે છે. જ્યારે જેડીએસ સાથે જો ગઠબંધન થઇ જાય તો કોંગ્રેસ પોતાની સત્તા બરકરાર રાખે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
કર્ણાટકના વિજય સાથે ભા.જ.પા. દેશના ર1મા રાજ્યમાં સત્તા સંભાળવા જઇ રહી છે. એટલું જ નહીં દેશની 69 ટકા આબાદી પર ભાજપનું શાસન સ્થાપિત થઇ ચુકયું
(અનુસંધાન પાના નં.10)
છે. સામા પક્ષે કોંગ્રેસ તેના ઇતિહાસની સૌથી ખરાબ સ્થિતિમાં પ્રવેશી ચુકયું છે. પંજાબને બાદ કરતા કોંગ્રેસ પાસે અત્યારે કેવળ બે રાજ્યોમાં શાસન રહ્યું છે. તેમાં પણ પોંડીચેરી રાજ્ય કેન્દ્ર શાસિત છે. અન્ય એક પૂર્વત્તરનું રાજ્ય મિઝોરમ કોંગ્રેસ માટે આશ્ર્વાસનરૂપ છે. દેશની કુલ આબાદીની ફકત ર.પ ટકા સંખ્યા પર કોંગ્રેસનું વર્ચસ્વ ટકી રહ્યું છે. ભારતભરની ઉત્કંઠાની ચરમસીમા સમી કર્ણાટકની ચૂંટણીના આજે જાહેર થયેલા પરીણામે ભા.જ.પા.નો હોંસલો બુલંદે ચડાવી દીધો છે. ભાજપને દક્ષિણ ભારતના આ અત્યંત મહત્વપૂર્ણ રાજ્યમાં મળેલી અનેરી ફતેહની વિગતે ચર્ચા કરવા બપોરના 3.00 કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરીષદ બોલાવી છે. તદુપરાંત સાંજે 6 કલાકે ભાજપની સંસદીય બોર્ડની બેઠક પક્ષના રાષ્ટ્રીય કાર્યાલયે નવી દિલ્હી ખાતે મળવાની છે. જ્યાં યદિયુરપ્પા વિજેતા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે જે નજીકના ભવિષ્યમાં કર્ણાટકના કર્ણધાર બનશે.
સાંજે યોજાનારી સંસદીય બોર્ડની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. કર્ણાટકની અપ્રતિમ સફળતાથી ઉત્સાહીત ભા.જ.પા.એ સમગ્ર રાષ્ટ્રમાં આ વિજયનો ભવ્યોત્સવ મનાવ્યો હતો. નોંધનીય છે કે કોંગ્રેસ માટે આજનો દિવસ અત્યંત કનિષ્ઠ રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી રાહુલ ગાંધી તેમની પ્રથમ જ પરીક્ષામાં નિષ્ફળ રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની આ લગાતાર 31 મી હાર છે. કોંગ્રેસની સ્થિતિ હવે પ્રાદેશિક કક્ષાના પક્ષો કરતા પણ બદતર થઇ ગઇ છે.