ટીપ્સ ફ્રોમ મોમ

ગરમીની ઋતુમાં ઠંડા પીણા પીવાનું મન વધારે થાય છે. રેડીમેઇડ બોટલનાં કોલ્ડ્રીંકસ પીવા તેના કરતા ફ્રેશ જ્યુશ, કોકટેલ, મોકટેલ પીવા ફાયદાકારક પણ છે. કોકટેલ જુદા જુદા ફ્રુટ જયુઝને મીકસ કરી બનાવવામાં આવે છે. જ્યારે મોકટેલમાં ફ્રેશ જ્યુશ સીરપ સાથે સોડા, સ્પ્રાઇટ વગેરે મીકસ કરવામાં આવે છે તો મોજીતો કે મોઇતોમાં લેમન સીરપ અને લેમનેડ મીકસ કરવામાં આવે છે. ટીપ્સ ફ્રોમ મોમમાં જોઇએ કેટલાક કોકટેલ્સ અને મોકટેલ્સ.
મેલન મીકસ: ર કપ તરબુચના પીસ, 1/4 કપ તાજા ઓરેંજના પીસ, 1 ટેબલ સ્પુન ખાંડ, 1/ર ટી સ્પુન લીંબુનો રસ બધુ બ્લેન્ડર કે મીકસરમાં ફેરવી લો. ગ્લાસમાં કાઢી ક્રશ્ડ બરફ સાથે સર્વ કરો.
કોકમ કુલર: ર0 મીલી, કોકમ સીરપ, 1/4 ટી સ્પુન સોલ્ટ, 1/4 ટી સ્પુન મરી જરૂરીયાત મુજબ લેમનેડ લઇ ગ્લાસમાં બરફ મુકી બધી સામગ્રી નાખી લેમનેડ નાખી સર્વ કરો.
ખસ: 1/ર કપ ખસ સીરપ, ર ટેબલ સ્પુન પલાળીને તકમરીયા, 1/4 ટી સ્પુન લીંબુ જ્યુસ, ર 1/ર કપ સોડા કે સ્પ્રાઇટ. બધુ જ મીકસ કરી છેલ્લે સ્પ્રાઇટ અથવા સેવન એપ મીકસ કરી બરફ સાથે સેવ કરો.
ટ્રીપલ મેજીક: 1 કપ કાળી તાજી દ્રાક્ષ, 1 કપ સ્ટ્રોબેરી ટુકડા, 1/ર કપ પાઇનેપલ પીસ, જરૂર મુજબ સોડા, સ્પ્રાઇટ કે સેવન અપ મીકસ કરી લો અને પીસ નાખી સર્વ કરો.
કકુમ્બર કુલ: 1/ર કપ કાકડીના પીસ, 1/ર ટી સ્પુન, લેમન જયુસ, ર ટેબલ સ્પુન સાકર લેનમેડ બધુ જ મીકસ કરી છેલ્લે બરફ અને લેમનેડ ઉમેરી સર્વ કરો.