કુકિંગ ટાઈમ

વોટરમેલન ઢોસા
: સામગ્રી :
1 કપ ચોખા
2 કપ તરબૂચના ટુકડા
2 નંગ લીલા મરચા
1 ટુકડો આદુ
1/4 ટી સ્પૂન જીરું
સ્વાદ મુજબ મીઠું
બટર
: પદ્ધતિ :
*ચોખાને ધોઈને ત્રણ કલાક પલળવા દો.
* આદુ, મરચા જીરુ,મીઠું તથા ચોખા પીસી લો
* તેમાં તરબૂચને ક્રશ કરી અને આ ખીરામાં મિક્સ કરી દો અને મીઠું ઉમેરો.
* એકદમ મિક્સ કરી ઢોસા બનાવી શકાય એવું ખીરું રાખો
* તેને ચાર થી પાંચ કલાક મૂકી રાખો.
* નોન સ્ટિક લોઢીમાં બટર લગાવી ઢોસો ઉતારો
* ગ્રીન ચટણી કે નાળિયેરની ચટણી અને સાંભાર સાથે ગરમ ગરમ પીરસો.
વોટરમેલન કરી
: સામગ્રી :
1 કપ તરબૂચના ટુકડા
1/2 કપ નાળિયેરનું છીણ
2લીલા મરચા
1 ટુકડો આદુ
1/2 ટીસ્પૂન રાઈ
1 કપ દહીં
1 ટેબલ સ્પૂન ગોળ
ચપટી હળદર
સ્વાદ અનુસાર મીઠું
: વઘાર માટે :
1ટી.સ્પૂન તેલ
રાઈ ,મેથી,લાલ સૂકા મરચા અને લીમડાનાં પાન
: પદ્ધતિ :
* સૌપ્રથમ તરબૂચના ટુકડામાં મીઠું,હળદર નાખી બાફી લો
* નાળિયેરનું છીણ,આદુ,
મરચા, રાઇ મિક્સરમાં પીસી પેસ્ટ બનાવો.
* આ પેસ્ટમાં ગોળ નાખી મિક્સ કરો.
* ત્યારબાદ આ મિશ્રણને તરબૂચના બાફેલા ટુકડામાં મિક્સ કરીને એકદમ હલાવી
લો.
* તેમાં દહીં નાખી જરાક જેરણી ફેરવી દો. જેથી અધકચરુ જેરાઈ જશે.
* તેલ મૂકી રાઈ મેથી સુકા મરચા લીમડો મૂકી વઘાર કરો.
* તેના પર કોથમીર છાંટી ગરમાગરમ પીરસો.