અગણિત ફાયદા ધરાવતું લાલચટ્ટક મીઠુ મધુરુ તરબૂચ

બ્લડપ્રેશરથી લઇને કીડની, હૃદય, કેન્સર જેવા અનેક રોગોમાં તરબૂચનું સેવન ફાયદાકારક છે કાર્બોહાઇડ્રેટસ, પ્રોટીન, ફાઇબર, વીટામીન ‘એ’, વીટામીન ‘બી’ અને ‘સી’ ઉપરાંત પોટેશિયમ, મિનરલ્સ જેવા અનેક ગુણકારી તત્વો છે ઉનાળાની ઋતુ શરૂ થતા જ ઠંડક આપતા, લાલ અને લીલા રંગના સુંદર કોમ્બીનેશન ધરાવતા તરબુચ ઠેરઠેર જોવા મળે છે. તરબુચ પાણીની ભરપુર હોય છે તે 90 % પાણી ધરાવે છે. જેથી ગરમીની ઋતુમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા તરબુચનું સેવન ફાયદાકારક છે. સ્વાદમાં મીઠા તરબુચ અનેક રીતે ગુણકારી છે તેની ઉનાળામાં તેનું સેવન કરી શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
ભરપૂર પાણી ધરાવતા તરબુચનું સેવન કરવાથી યુરિન વાટે બીનજરૂરી ટોકસીન બહાર નીકળે છે. જેથી કીડની અને સ્ટોનની તકલીફમાં ફાયદાકારક
છે. ઉપરાંત યુરિક એસિડમાં પણ ફાયદો આપે છે.
એંટી ઓકિસડેન્ટના ગુણ ધરાવતા તરબુચમાં વિટામીન સી તથા નીટા કેરોટીનનો એક ભરપૂર હોય છે. જેની આંખના રોગોમાં પણ ફાયદાકારક છે.
વિટામીન એ થી ભરપૂર તરબુચના સેવનથી અસ્થમા, ડાયાબીટીઝ, આર્થરાઇઝટીસ જેવા રોગોમાં પણ રાહત રહે છે. તરબુચમાં 9ર% જેટલું પાણી અને બાકીની શર્કરા હોવાથી કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. જેથી ચરબી ઘટાડવામાં ઉપયોગી થાય છે.
તરબુચમાં રહેલ વિટામીન ‘એ’ અને ‘સી’ શરીરમાં રહેલ જુદા જુદા સેલ્સને પ્રોટેકટ કરે છે જેથી ઘણા પ્રકારની કેન્સરની સંભાવના ઓછી કરી દે છે.
તરબુચમાં રહેલ બીટા કેરોટીન અને વિટામીન સી કોલેસ્ટ્રોલ માત્રા ઓછી કરે છે. આમ હૃદયરોગમાં પણ તરબુચ ઉપયોગી છે.
આમ અનેક રોગોમાં ઉપયોગી તરબુચ બીમારીમાં ઉપયોગી સાથે નિરોગી શરીર માટે પણ ફાયદાકારક છે. તરબુચ ત્વચાને ચમકીલી રાખે છે, રોગપ્રતિકારક શકિત વધારે છે તેમજ ઉનાળામાં એલર્જી અને ઇન્ફેકશન જેવી સમસ્યાથી પણ દુર રાખે છે. તરબુચના અનેકવિધ ઉપયોગ
આયુર્વેદના મત પ્રમાણે તરબુચ શીતળ ગુણ ધરાવે છે પિત્ત ઘટાડે છે, તેના પીસ કરી મરી છાંટી ખાવાથી વધુ ગુણકારી છે. તેનો જ્યુસ બનાવીને પણ પી શકાય છે. તરબુચને સુધારીને રાખવું નહીં તરત જ ખાવાના ઉપયોગમાં લેવું તેમજ તરબુચના બી નો મુખવાસ બનાવી શકાય છે અને તેનો પાવડર પંજાબી ડીસ બનાવવા વપરાય છે. તરબુચની છાલનો સફેદ ભાગને સમારી તેનો સંભારો તેમજ શાક પણ સ્વાદિષ્ટ લાગે છે.