સમર ફેશન। મોડર્ન લુક સાથે કુલ એન્ડ કમ્ફર્ટ

કોટન લીનન, કોટન સાટીન,કોટન સ્લબ, કોટન જ્યૂટ, મસ્લીન વગેરે મટીરીયલ કુલ એન્ડ કમ્ફર્ટ આપે છે ફ્રોક સાથે કોટન જેકેટ્સ, રફલ ડ્રેસિસ, અમબ્રેલા સ્લીવસ, સ્લીટ ગાઉન,હેંગિંગ કોલર નેકલાઇન વગેરે પેટર્ન  બ્યુટીફૂલ લુક આપે છે ઉનાળો હાલ એનો ઉગ્ર મિજાજ દેખાડી રહ્યો છે. સૂર્યદેવે જાણે કોપાયમાન થઇ આકાશમાંથી અગનવર્ષા વરસાવી રહ્યા છે. ચારેતરફ ગરમ ગરમ લૂ વરસે છે. શરીર પરસેવે ન્હાઇ રહે છે ત્યારે યોગ્ય પોશાક પહેરવાથી શરીરને આરામ મળી રહે છે. અમુક વાતોનું ધ્યાન રાખવાથી ગરમીમાં પણ કુલ અને કમ્ફર્ટ અનુભવી શકાય છે. જો ડ્રેસીંગની વાત કરીએ તો ડ્રેસનું મટીરીયલ, કલર, ડીઝાઇન અને પેટર્નની યોગ્ય પસંદગી કરવી જોઇએ. ઉનાળાના આકરા તાપમાં પરસેવો તો થવાનો જ તેથી કોટન, લીનન, ખાલી જેવું કાપડ પસંદ કરી શકાય છે. આ મટીરીયલ બાદ રંગનું પરીબળ પણ મોટો ભાગ ભજવે છે. ઠંડા કલરની પસંદગી કરવી જોઇએ. જેમાં ઓછા રંગોની પસંદગી કરી શકાય. સફેદ, લાઇટ યલો, ગુલાબી, લાઇટ પર્પલ, સ્કાય બ્લુ વગેરે પસંદ કરી શકાય. વસ્ત્ર ડીઝાઇનીંગના હેતલ શાહે જણાવ્યું કે સમર કલેકશનમાં કોટન, લીનન સાથે ઇકત તથા રેયોન પણ લોકો પસંદ કરે છે. લોંગ વન પીસ સ્ટાઇલ તથા ફુલ લેંથ કુર્તી અત્યારે ડીમાન્ડમાં છે. સ્કર્ટ અને શોર્ટ ટોપ પણ સ્માર્ટ લાગે છે.
રાજકોટ-સુરતમાં સ્ટોર ધરાવનાર હવાના ફેશનના દિયા કણસાગરા મારવાણીયા એ જણાવ્યું કે ઉનાળામાં ગરમીના દિવસોમાં પણ સ્માર્ટ લુક અને સ્ટાઇલીશ દેખાવા માટે ફ્રોક સાથે કોટન જેકેટ્સ, રફલ ડ્રેસિસ, અમબ્રેલા સ્લીવસ, સ્લીટ ગાઉન,હેંગિંગ કોલર નેકલાઇન વગેરે પેટર્ન બ્યુટીફૂલ લુક આપે છે. ડ્રેસ માટે કોટન લીનન, કોટન સાટીન, ક્લબ રેઓન, કોટન સ્લબ, કોટન જ્યૂટ, મસલીન વગેરે મટીરીયલ વધારે અનુકૂળ આવે છે જો કલર કોમ્બિનેશન કે કરન્ટ ટ્રેન્ડની વાત કરીએ તો લેમન ગ્રીન,પીચ,એકવા બ્લ્યુ,પર્પલ વગેરે કલર ફેશનમાં ઇન છે.
તેમજ એક્રેલીક મિરર,વુડન મોટીફ, વગેરે સમર કલેક્શન માટે હોટ ફેવરિટ છે.
ઘરમાં આરામદાયક
વસ્ત્રો જરૂરી
જ્યારે ઘરની બહાર જવાતું નથી તો ઘરમાં પતલું કાપડ હોય તેવા ઢીલા અને આરામદાયક વસ્ત્રોની પસંદગી કરવી જોઇએ.
ઓફિસમાં અપનાવો
સ્ટાઇલીશ લુક
જો તમે વર્કીંગ વુમન છો તો ઓફિસ કે કામ પર જતી વખતે કોટન કુર્તા, સાથે પ્લાઝો કે લેગીસ પહેરી શકાય. લાઇટ કલરમાં શોર્ટ કુર્તા કે ટોપ સાથે જીન્સ પણ ફાંકડુ લાગે છે. સ્લીવલેસ કે શોર્ટ સ્લીવ પણ ન પહેરવી જેના કારણે સ્કીન પર સીધો તાપ લાગવાથી સ્કીનને નુકસાન થઇ શકે છે.
ફલોરલ પ્રિન્ટ
આપશે કુલ લુક
કોટન કુર્તા કે લિનનના ડ્રેસમાં ફલોરલ પ્રિન્ટ સ્માર્ટ લુક આપે છે. પ્લેન કુર્તા સાથે નેટ કે પ્રિન્ટેડ શ્રગ વ્યકિતને નિખારે છે. ઉપરાંત જેગીસ જીન્સ પર સ્ટાઇલીશ ફલોરલ ડીઝાઇનનું શોર્ટ ટોપ પણ સુંદર લાગે છે.
પાર્ટીવેરમાં વેસ્ટર્ન આઉટફીટ બેસ્ટ
પાર્ટી હોય અને સમર સીઝન હોય તો સ્કર્ટ ટોપ કે પછી ફ્રોક અથવા તો પછી વન પીસ પણ ક્ધફર્ટેબલ રહે છે. જીન્સ સાથે શોર્ટ ટોપ સાથે સ્કાર્ફ કે સ્ટોલ લગાવી બધાથી અલગ લુક અપનાવી શકશો.
ડ્રેસીંગ સાથે ફુટવેરની પણ કાળજી રાખો. આખા પગ ઢંકાય જાય એવા શુઝ, મોજડી કે સેન્ડલની પસંદગી કરો. જેનાથી પરસેવો ન વળે અને તાપથી પણ બચી
શકાય છે.
આમ નાની નાની કાળજી રાખવાથી ઉનાળાના તાપમાં પણ આરામદાયક અનુભવ કરી શકશો.
મેન્સ કલોથ ફોર સમર
પતિદેવના વોર્ડરોબને પણ આ રીતે સમર સ્પેશ્યલ બનાવો
મહિલાઓ પતિદેવના વોર્ડરોબને આ રીતે સમર સ્ટાઇલીશ બનાવી શકશે. જેમ કે બ્લુ, સ્કાય બ્લુ, વાઇટ, પીસ્તા ગ્રીન જેવા ઠંડા કલરના કોટન શર્ટ કે પછી કોઇ ખાદીના શોર્ટ કુર્તા પણ સારા લાગે છે.
લાઇટ કલર પસંદ કરવા સાથે ચેકસ કે પછી લાઇનીંગ પણ દેખાવમાં વધારો કરશે. ઉપરાંત કેઝયુઅલ વેરમાં જીન્સ પર લોંગ ખાદી કે કોટન કુર્તા પણ કમ્ફર્ટેબલ લાગશે.