શનિશ્ર્ચર જ્યંતિએ શનિદેવની પૂજા અર્ચના

ભારતીય શાસ્ત્ર પ્રણાલીકા મુજબ નવ ગ્રહનું આભામંડળ બનેલુ છે. સૂર્ય મંડળના નવ ગ્રહ પૈકી સૂર્ય પુત્ર એવા શનિ મહારાજનું વિશેષ મહત્વ છે. શનિનું પૂજા, ધ્યાન, અર્ચના કરવાથી તમામ પ્રકારની પીડા, રોગ, દુ:ખોમાંથી મુક્તિ મળે છે. તેવી વાયકા છે. જો કે કેટલાક લોકો શનિ મહારાજને ક્રોધિત ગ્રહ દેવતા ગણે છે. પરંતુ શનિ દેવ કહેવાય છે કયારેય ભકતોનું અહિત કરતા હોતા નથી. રાજકોટમાં જયુબેલી ખાતે નવ ગ્રહ દેવના મંદિરે શનિદેવની પૂજા-અર્ચના, પ્રાર્થના કરવા શનિશ્ર્વર જયંતિની પરોઢથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા.
(તસવીર: પ્રવિણ સેદાણી)