‘એવેન્જર્સ’એ કમાણીના ભલે રેકોર્ડ તોડ્યા પણ બિગ-બીને ન સમજાઈ!

મુંબઈ: હોલીવુડની ફિલ્મ એવેન્જર્સ-ઇન્ફિનિટી વોરે ભારતીય બોક્સ ઑફિસ પર ભલે રેકોર્ડ તોડ કમાણી કરી હોય પરંતુ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ને આ ફિલ્મ ન સમજાઇ. અમિતાભ બચ્ચને પોતે જ આ વાત જણાવી છે કે તેમને એવેન્જર્સ ફિલ્મ સમજાઇ નથી. અમિતાભે ફિલ્મ જોયા બાદ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યુ કે, અચ્છા ભાઇસહાબ, ખરાબ ન લગાડતા, એક પિક્ચર જોવા ગયા, એવેન્જર્સ.. કંઇ ન સમજાયુ કે પિક્ચરમાં શું થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 27 એપ્રિલના રોજ રિલિઝ થયેલી ફિલ્મ એવેન્જર્સે કમાણીના મામલે બોલીવુડની મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિલિઝ સાથે જ ફિલ્મે ભારતીય સિનેમા જગત પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેની કમાણીના મામલે અનેક રેકોર્ડ્ઝ તોડ્યા છે. આ ફિલ્મે અત્યારસુધીમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. એવેન્જર્સે રિલિઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 40.13 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ભારતમાં કોઇપણ ફિલ્મની આ વર્ષની આ સૌથી મોટી ઓપનિંગ હતી.