‘મન્ટો’નું ટીઝર રિલીઝ: નવાઝુદ્દીન સિદ્દીકીની જોરદાર એકિટીંગની ઝલક

મુંબઇ: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની મચ અવેઈટેડ ફિલ્મ મંટોનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં તે ફેમસ લેખક સઆદત હસન મંટોના રોલમાં જોવા મળશે. ટીઝરમાં નવાઝુદ્દિન સિદ્દીકીની જોરદાર એક્ટિંગની ઝલક ફરી જોવા મળે છે. મંટોના 1 મિનિટ અને 27 સેક્ધડના ટીઝરમાં નવાઝુદ્દિન સિદ્દીકીને જોઈને દર્શકોની આશા ફરી એકવાર વધી ગઈ છે. આ ફિલ્મમાં નવાઝની સાથે એક્ટ્રેસ રસિકા દુગ્ગલ તેની પત્નીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં નવાઝ એક એવા લેખકના કેરેક્ટરમાં છે. જેનો સ્વભાવ એક વિદ્રોહી જેવો છે. તે કોર્ટમાં પોતાની એક વાર્તા વિરૂદ્ધ દાખલ થયેલા કેસ માટે લડે છે. ટીઝરમાં નવાઝુદ્દિન સિદ્દીકીના કેટલાક ડાયલોગ પણ પસંદ આવી શકે છે. ડિરેક્ટર નંદિતા દાસની આ ફિલ્મમાં પરેશ રાવલ, ઋષિ કપૂર અને તાહિર રાજ ભસીન પણ મહત્વના કેરેક્ટર્સમાં જોવા મળશે. નોંધનીય છે કે મંટો એક હિસ્ટોરિકલ પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જે લેખક સઆદત હસન મંટો પર આધારિત છે.
મંટોએ ભારત-પાકિસ્તાનના ભાગલા અને સમાજ વિશે અનેક સ્ટોરીઝ લખી છે.