સોમનાથમાં શિવરાત્રીની મધરાતે મહાપૂજા

પ્રથમ જયોતિલિર્ંંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રીના રાત્રીના જયોત પૂજન, મહાપૂજા અને મહાઆરતી કરી ભકતો શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા. સોમનાથ મહાદેવના સાંનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ રાત્રીના દસ કલાકે જયોત પૂજન અને રાત્રે અગિયાર કલાકે મહાપૂજા, બાર કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. (રાજેશ ઠકરાર-વેરાવળ)