ભાજપ કે અચ્છે ઔર જનતા કે બૂરે દિન: પેટ્રોલ ફરી મોંઘુ!

ઓઈલ કંપનીએ આજે પણ પેટ્રોલમાં લિટરે 15 પૈસા વધાર્યા
નવીદિલ્હી તા,15
કર્ણાટક ચૂંટણીના પરીણામો આવે તે પહેલાં જ પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ ગયું છે. 19 દિવસ બાદ ઓઇલ કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કર્યું તો બે દિવસમાં જ ઓઇલ ક6પનીએ પેટ્રોલ પર 32 પૈસા અને ડીઝલ પર લગભગ 43 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે મંગળવારે પેટ્રોલ 75 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. સોમવાર બાદ મંગળવારે પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ પર 15 પૈસાનો વધારો કર્યો છે. આ પહેલાં પેટ્રોલ 5 વર્ષના ઉચ્ચતમ સ્તર 74.95 પૈસા પર પહોંચી ગયું છે. ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં તેનો ભાવ 66.36 પર પહોંચી ગયો છે. ડીઝલનો આ ભાવ અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર પર છે. ઓઇલ કંપનીઓએ 24 એપ્રિલ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ થનાર ફેરફારને બંધ કરી દીધા હતા. પરંતુ કર્ણાટક ચૂંટણીનું મતદાન પુરૂ થતાં જ સોમવારે કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. સોમવારે પેટ્રોલ પર 17 પૈસા અને ડીઝલ પર 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. પહેલાંથી જ નક્કી હતું કે કંપનીઓ પોતાનું નુકસાન પુરૂ કરવા માટે વધારો શરૂ કરી દેશે. માટે બે દિવસમાં પેટ્રોલ 32 પૈસા અને ડીઝલ 43 પૈસા મોંઘુ થઇ ગયું છે.