Selfless Service Begins at Home... । Story Time...

નીશા, ટીના અને પ્રીશા ત્રણે બહેનપણીઓએ સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા એક સર્વીસ કલબની શરૂઆત કરીસ. એક દિવસ નિશા ઘરે ગઇ તો તેની મમ્મી બિમાર હતી તેણે તેને ઓટ્સ બનાવી આપવા કહ્યું તો નિશાએ જવાબ આપ્યો કે હું થાકી ગઇ છું તમે દાદીને કહો. બીજા દિવસે દાદીમાએ મમ્મી માટે દવા લાવવાનું કહ્યું કે હજુ મમ્મી બિમાર છે તો તેના માટે
દવા લાવી આપ પણ નિશાએ ઇન્કાર કર્યો. દાદાએ તેને સમજાવ્યું કે
બીજાને મદદ કરતા પહેલા ઘરનાને મદદ કર.
સેવાની શરૂઆત ઘરેથી કરવી જોઇએ. શાળામાં પ્રિન્સીપાલે તેના
આ કાર્યની કદર કરી અને
બીજા દિવસે ન્યુઝપેપરમાં
આપવા ફોટોગ્રાફરને પણ બોલાવ્યા. પરંતુ એજ દિવસે તેની ખાસ મિત્ર પ્રીશા હાજર નહોતી આ બાબત પૂછતા પ્રીશાએ કહ્યું કે તેની માતા બિમાર છે. તો તે આવી શકશે નહીં.  બધા આ વાતથી ઇમ્પ્રેસ થયા અને પ્રીશાના ઘરે ગયા પ્રીશા ઘરે મમ્મીની સેવા કરતી હતી તે જોઇને બધાએ તેની પ્રશંસા કરી તેઓએ ફોટોગ્રાફ્સ લીધા મુલાકાત લીધી અને તેને ખુબ અભિનંદન આપ્યા. આ સમયે નિશાને ખુબ પસ્તાવો થયો કે પ્રીશાએ કોઇ અપેક્ષા વગર સેવાનું કામ કર્યુ હતુ અને તેણે પોતાના ઘરના લોકોને મદદ કર્યા વગર ફકત પોતાનું નામ થાય તે માટે કાર્ય કાર્યું હતું. ભલે બીજાને મદદ કરીએ પરંતુ પોતાના ઘરના લોકોનું પણ ધ્યાન રાખીએ.